ખબર

અમદાવાદમાં અહીંયા મળી રહ્યું છે 100 રૂપિયાનું ઘર, હજારો મહિલાઓએ 100 રૂપિયા ભર્યા પછી થયો કાંડ, જાણો વિગત

અમદાવાદમાં 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે, હજારો લોકોએ 100 રૂપિયા ભરીને લૂંટાઈ ગયા અને પછી ફૂટ્યો ભાંડો – જાણો સમગ્ર મામલો

આજકાલ ઘણા લોકો પોતાનું ઘર મેળવાવાની આશાએ કોઇ પણ લાલચનો શઇકાર બની જતા હોય છે, ત્યારે હાલમાં જ અમદાવાદમાં ઘરનું ઘર આપવાના નામે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં (Ahmedabad) સરકારી આવાસના નામે અને ઘરનું ઘર આપવાના નામે લોકો સાથે છેતરપિંડી તેમજ કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના જેવી સામે આવી કે ખળભળાટ મચી ગયો. સરકારી આવાસના નામે હજારો લોકો પાસેથી 100 રૂપિયા પડાવવામાં આવ્યા.

મકાન માટે સરવે ફોર્મ દ્વારા નવનિર્માણ ટ્રસ્ટે પૈસાની ઉઘાડી લૂંટ કરી. નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નામે લોકો પાસેથી 100-100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા અને પોતાનું ઘર આપવાના નામે હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી. ધોળે દિવસે લોકોને લૂંટતી ઠગ ટોળકી હવે શંકાના ઘેરામાં આવી ગઇ છે. નવનિર્માણ મકાન માટેના સર્વે ફોર્મનું વિતરણ ચાલે છે અને વેસ્ટ બેંક કોમ્પલેક્ષમાં કેટલાક મહિનાઓથી વિતરણ ચાલતી હોવાની વાત સામે આવી.

આ ઘટનામાં નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ આ ફોર્મનુ વિતરણ કરી રહ્યું હોવાનું ખૂલ્યું છે. જો કે, આ વિશે ટ્રસ્ટના સ્ટાફે જણાવ્યું કે નવા મકાન માટેના સર્વેના ફોર્મ છે. જે લોકો પાસે મકાન નથી તેવા લોકોનો સર્વે કરાય છે. આ ફોર્મ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ભરાયા છે. જો કે, સ્ટાફનો દાવો છે કે સરકારે તેમને સર્વે માટે જણાવ્યું છે.

નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નામે લોકો પાસેથી ફોર્મના 100-100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને એ પણ વ્યક્તિ દીઠ. બે મહિલાઓ સરકારી આવાસ માટે 100 રૂપિયામાં સભ્યોની નોંધણી કરતા અને 100 રૂપિયામાં મકાન મળશે એવું કહીં લોકો સાથે ઠગાઈ કરતી. AMC જે મકાનના ફોર્મના 7 હજાર લે છે તે ફોર્મ માટે ગઠીયા 100 રૂપિયા જ લે છે.

Image Credit: gujaratfirst