“સ્કેમ 1992” પછી હવે હંસલ મહેતા લઈને આવી રહ્યા છે “સ્કેમ 2003” સિરીઝ, ટીઝર રીલિઝ થતા જ મચી ગઈ ધમાલ, 30,000 કરોડના કૌભાંડની છે કહાની, જુઓ

હંસલ મહેતા બહાર લાવશે ભારતનો વધુ એક મોટો સ્કેમ, ટીઝર રિલીઝ થતાં જ આવ્યું ચર્ચામાં, જુઓ શું છે આ સિરીઝની ખાસ વાત

Scam 2003 The Telgi Story Teaser Release :છેલ્લા થોડા વર્ષોથી ઘણી હિન્દી વેબ સિરીઝનો દબદબો જોવા મળી રહ્યો છે. ઘણી એવી સીરીઝ આવી ગઈ છે જેને તરખાટ મચાવી દીધો છે. ત્યારે 2020માં આવેલી “સ્કેમ 1992” સિરીઝ તો ખુબ જ લોકોપ્રિય બની ગઈ અને ઘણા એવોર્ડ પણ પોતાના નામે કરી લીધા. આ સિરીઝમાં ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ હર્ષદ મહેતાનું જબરદસ્ત પાત્ર નિભાવ્યું. આ સિરીઝ બનાવી હતી લોકપ્રિય નિર્માતા હંસલ મહેતાએ. જેમને થોડા સમય પહેલા જ “સ્કૂપ” નામની સિરીઝ પણ આપી, જે પણ ખુબ જ લોકપ્રિય બની.

“સ્કેમ 2003” થશે રિલીઝ :

ત્યારે હવે હંસલ મહેતા વધુ એક સ્કેમ ખુલ્લો પાડવા માટે જઈ રહ્યા છે. જેનું ટીઝર ગતરોજ રીલિઝ થતા જ ચર્ચામાં આવી ગયું. દિગ્દર્શકે ઘણા સમયથી જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં સ્કેમ સીરીઝના બીજા હપ્તા સાથે દર્શકો સમક્ષ પરત ફરશે. તેમના વાયદા મુજબ હંસલ મહેતા ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ સાથે પરત ફર્યા છે. હંસલ મહેતાએ ગત રોજ ​​સિરીઝનું ટીઝર રિલીઝ કર્યું છે અને આ સિરીઝની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

ટીઝર આવ્યું સામે :

‘સ્કેમ 1992’ના નિર્માતા હંસલ મહેતા વધુ એક આકર્ષક સિરીઝ સાથે પાછા ફર્યા છે. તેમણે તેમની આગામી વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’નું ટીઝર 4 ઓગસ્ટે રિલીઝ કર્યું. આ સિરીઝનું નિર્દેશન હંસલ મહેતા અને તુષાર હિરાનંદાનીએ કર્યું છે. ‘સ્કેમ 2003’ અબ્દુલ કરીમ તેલગીની વાર્તા પર આધારિત છે, જે ભારતના સૌથી મોટા કૌભાંડોમાંના એક છે. સમગ્ર દેશને હચમચાવી નાખનારી આ ઘટનાને પત્રકાર અને ન્યૂઝ રિપોર્ટર સંજય સિંહના હિન્દી પુસ્તક ‘રિપોર્ટર્સ ડાયરી’માંથી લેવામાં આવી છે.

30,000 કરોડના કૌભાંડની કહાની :

આ સિરીઝનું ટીઝર જે સામે આવ્યું છે તે દર્શાવે છે કે કેવી રીતે હર્ષદ મહેતા દ્વારા આચરવામાં આવેલા કૌભાંડે દેશને હચમચાવી દીધો હતો. પરંતુ 1992 પછી 2003માં દેશમાં કંઈક એવું બન્યું જે તેના કરતા ઘણું મોટું હતું. ‘ધ તેલગી સ્ટોરી’ દર્શકોને નકલી સ્ટેમ્પ પેપર છાપનાર કૌભાંડી વિશે ઊંડાણપૂર્વક લઈ જશે. તેણે સ્ટેમ્પ પેપર છાપવા માટે જરૂરી મશીનો મેળવવા માટે બેંકો, વીમા કંપનીઓ અને અન્ય ઘણા લોકો સાથે છેતરપિંડી કરનારા 300થી વધુ લોકોને નોકરી પર રાખ્યા હતા. આ ઘટનામાં 30,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું.

આ તારીખે થશે રીલિઝ :

‘સ્કેમ 2003’ના ટીઝરને શેર કરતાં, નિર્માતાઓએ તેની રિલીઝ તારીખ પણ જાહેર કરી. તેમણે લખ્યું, ‘રમત મોટી હતી અને ખેલાડી…! અબ્દુલ કરીમ તેલગી દ્વારા ભારતના સૌથી મોટા કૌભાંડોમાંના એકની વાર્તા જેણે તેના સ્કેલથી રાષ્ટ્રને આંચકો આપ્યો. આ સિરીઝ 2 સપ્ટેમ્બરથી Sony Liv પર પ્રસારિત થશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હંસલ મહેતા છેલ્લે નેટફ્લિક્સ ક્રાઈમ ડ્રામા સિરીઝ ‘સ્કૂપ’નું સહ-નિર્માણ અને દિગ્દર્શન કરતા જોવા મળ્યા હતા. અગાઉ તેમણે થ્રિલર ફિલ્મ ‘ફરાજ’નું દિગ્દર્શન કર્યું હતું.

Niraj Patel