ખબર

શું તમારી પાસે SBI માં ખાતું છે? તો જલ્દી વાંચો આ સમાચાર, કોરોના મહામારીમાં બેંકે શેર કરી ખાસ માહિતી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના યોનો પ્લેટફોર્મ દ્વારા કોઈ પણ પ્રકારની ઇમરજન્સી લોન આપી રહ્યા નથી. જણાવી દઈએ કે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે એસબીઆઈ 45 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની ઇમરજન્સી લોન આપી રહી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ લોન 10.5 ટકાના વ્યાજ દરે આપવામાં આવશે અને છ મહિનાના સમયગાળા પછી EMI (હપતા) શરૂ થશે.

એસબીઆઇએ આ અંગે સંપૂર્ણ ખુલાસો આપતા કહ્યું કે, યોનો દ્વારા એસબીઆઈ ઇમરજન્સી લોન યોજના અંગે વ્યાપક ખબરો ચાલી રહી છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે એસબીઆઇ આવી કોઈ લોન આપી રહી નથી. અમે અમારા ગ્રાહકોને પણ આ અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરીએ છીએ. એસબીઆઈએ એક ટ્વીટ દ્વારા તેના ગ્રાહકોને આ વિશે ચેતવણી આપી હતી.

એસબીઆઇએ કહ્યું છે કે તે કોરોના વાયરસ રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને લીધે રોકડની અછતની સમસ્યાનો સામનો કરી રહેલા તેના પગારદાર ગ્રાહકોને રાહત આપવા માટે યોનો દ્વારા પૂર્વ-માન્ય વ્યક્તિગત લોન ઓફર શરૂ કરવાની પ્રક્રિયામાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.