ખબર

SBI ના ગ્રાહકો માટે 1 જાન્યુઆરીથી થશે આ મોટો ફેરફાર, વાંચો નહીં તો આવશે પસ્તાવાનો વારો

કેલેન્ડર વર્ષ મુજબ એટલે કે 1 જાન્યુઆરી 2020થી ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ એટીએમમાંથી કેશ કાઢવા બાબતે એક નવો નિયમ આવ્યો છે.

Image Source

1 જાન્યુઆરી 2020થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રાતે 8 વાગ્યા પછી એટીએમમાંથી પૈસા કાઢતી વખતે ઓટીપી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. એસબીઆઈના ગ્રાહકો રાતે 8 થી સવારે 8 વાગ્યા સુધી 10 હજારથી વધુ પૈસા કાઢવા પર મોબાઈલ પર ઓટીપી બેસ્ડ સિસ્ટમ લાગુ કરવાનો ફેંસલો કર્યો છે.

બેંકનું કહેવું છે કે, આ ફેંસલો ગ્રાહકોને ફ્રોડથી બચવા અને સુરક્ષિત લેવડ-દેવડ માટે આ ફેંસલો લેવામાં આવ્યો છે. આ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી આખા દેશમાં લાગુ કરવામાં આવશે. વારંવાર એટીએમ ફ્રોડના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ સિસ્ટમથી તેના પર થોડા ઘણા અંશે નિયંત્રણ આવશે.

Image Source

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે, ગ્રાહક એટીએમથી પૈસા કાઢતી વખતે બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે છે તો આ સિસ્ટમ લાગુ કરવામાં નહીં આવે. બીજી બેંકના એટીએમ દ્વારા પહેલાની જેમ જ ઓટીપી વગર પૈસા કાઢી શકશો.

એસીબીઆઈ ગ્રાહકોએ એટીએમમાંથી પૈસા કાઢતી વખતે મોબાઈલ સાથે રાખવો પડશે. ટ્રાન્જેક્શન દરમિયાન ખાતાથી જોડાયેલા મોબાઈલ નંબર પર બેંક દ્વારા એક વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. એટીએમમાં પાસવર્ડ સાથે તે ઓટીપી નંબર પણ એન્ટર કરવાનો રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.