ખબર

બેન્કવાળાએ એક જ ખાતા નંબર 2 અલગ-અલગ વ્યક્ત્તિને આપ્યા, પેલાએ પૈસા જમા કર્યા તો બીજા એ ઉપાડ્યા..પછી જે થયું તે…

તે યાદ હોય તો અક્ષય કુમારની કોમેડી ફિલ્મોમાં ઠગાઈ થાય છે. એક બેંકમાં પૈસા ભરે છે અને બીજો પૈસા ઉપાડે છે. આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે. જેમાં બેંકની ભૂલના કારણે એક વ્યક્તિને પૈસા ગુમાવવાનો વારો આવે છે તો બીજો વ્યક્તિ એમ સમજીને પૈસા ઉપાડે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતામાં પૈસા જમા કરાવે છે.

Image Source

આ મામલો મધ્ય પ્રદેશના ભીંડનો છે. સ્ટેટ્સ બેન્ક ઓફ ઇન્ડિયાની આલમપુર શાખાની ઘોર બેદરકારી સામે આવી છે. બેન્કે એક જ ખાતા નંબર 2 વ્યક્તિને આપવામાં આવતા ચોંકી ગયા હતા. બેન્ક તરફથી આપવામાં આવેલી પાસબુકમાં આ ગ્રાહક સંખ્યા પણ એક છે. આનું પરિણામ એ આવ્યું કે, એક ગ્રાહક ખાતામાં પૈસા જમા કરાવતો રહ્યો એન બીજો ગ્રાહક પૈસા ઉપાડતો રહ્યો.

આ સિલસિલો લગાતાર 6 મહિના સુધી ચાલ્યો હતો. જમા કરનારા ગ્રાહકે 89 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. તો બીજા ખાતા ધારકે પૈસા કાઢી લીધા હતા. જ્યારે આ વાતની ખબર પડી ત્યારે પીડિત ખાતાધારક બેન્ક મેનેજર પાસે ગયો હતો. આ મામલો સામે આવતા બેન્ક મેનેજર પણ આ અચંબામાં પડી ગયો હતો.

Image Source

આલમપૂરના રૂઈ ગામમાં રહેતા હુકુમસિંહ કુશવાહનું ખાતું આલમપુરની એસબીઆઈમાં છે, બેન્ક તરફથી તેને 12 નવેમ્બર 2018ના રોજ પાસબુક આપવામાં આવી હતી. જેના તેની ગ્રાહક સંખ્યા 88613177424 અને બચત ખાતા નંબર 20313782314 છે. એકાઉન્ટ ખોલ્યા બાદ હુકુમસિંહ હરિયાળા ચાલ્યા ગયા હતા. તે ત્યાંથી એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા, જયારે હરિયાણાથી 16 ઓક્ટોબરે પાછા ફર્યા ત્યારે બેંકમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે તેના ખાતામાં 35 હજાર જ હતા. ત્યારબાદ તેને જણાવવામાં આવ્યું હતું કે, તેના એકાઉન્ટમાંથી 7 ડિસેમ્બર 2018 થી 7 મે 2019 દરમિયાન અલગ-અલગ તારીખે 89 હજાર ઉપાડવામાં આવ્યા હતા. હુકુમસિંહે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી હતી.

ત્યારબાદ તપાસ કરતા ખબર પડી હતી કે, બેન્ક દ્વારા જે ગ્રાહક નંબર અને ખાતા નંબર આપવામાં આવ્યા છે તે રોની ગામના રામદયાળ બધેલને પણ આપવામાં આવ્યા છે. બધેલને બેન્ક દવારા 23 મે 2016ના પાસબુક આપવામાં આવી હતી, બે ગ્રાહકોના એક જ ખાતા નંબર હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને બેન્ક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. જયારે બેન્ક દ્વારા બધેલને બોલાવવામાં આવી તેને લેખિત આપ્યું હતું કે, 6 મહિનામાં તેને 89 હાજર રૂપિયા ઉપાડ્યા હતા જે તે 3 હપ્તામાં પાછા આપી દેશે. બધેલે તેના ખાતાને આધાર કાર્ડથી લિંક પણ કરાવી દીધા હતા. તેને આ પૈસા કિયોસ્ક સેન્ટર પર અંગુઠો લગાવીને પૈસા ઉપાડી લીધા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં હુકુમસિંહે બધેલે કહ્યું હતું કે, મારુ ખાતું હતું, તેમાં પૈસા આવ્યો તો મેં વિચાર્યું કે,મોદીજી પૈસા આપી રહ્યા છે તેથી મેં કાઢી લીધા હતા. અમારી પાસે પૈસા નથી, અમારી મજબુર હતી. તેને સીધી રીતે બેન્કને જ જવાબદાર ઠેરવ્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.