ખબર

બદલાઈ રહ્યા છે તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલી આ વસ્તુઓના નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આ અઠવાડિયે ઘણા મોટા ફેરફારો થયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સાને થશે. જેમાં એસબીઆઈ, ગોલ્ડ, જનધન ખાતા સંબંધિત બાબતો સામેલ છે. જેની સીધી અસર તમારા રોજિંદા જીવન પર પડશે. લોકડાઉન વચ્ચે જો તમે સરકારની સહાયની રાહ જોઈ રહયા હોવ તો તમે જનધન ખાતામાંથી મે મહિનાનો હપ્તો ઉપાડી શકો છો. બીજી તરફ, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સરકાર તમને રાહત દરે સોનામાં રોકાણ કરવાની તક આપી રહી છે. ચાલો આપણે આ અઠવાડિયામાં થયેલા મોટા ફેરફારો વિશે જાણીએ –

Image Source

સોનામાં રોકાણ કરવાની તક

સોનાના વધતા ભાવો વચ્ચે સરકાર સસ્તા સોનાની નવી સ્કીમ લાવી છે. સરકાર દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ 2020-21 ના આગામી ચરણની કિંમત 4,590 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 11 મે 2020થી 15 મે 2020 સુધી 2020-21 ના ​​સીરીઝ-2 સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ રોકાણ કરનાર વ્યક્તિ નાણાકીય વર્ષમાં 500 ગ્રામ સુધીના ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જયારે લઘુતમ રોકાણ એક ગ્રામનું હોવું જરૂરી છે. તમે આ યોજનામાં રોકાણ કરીને ટેક્સની બચત કરી શકો છો. યોજના અંતર્ગત રોકાણ પર 2.5 ટકાનું વાર્ષિક વ્યાજ મળશે.

જનધન ખાતામાં સરકાર મોકલી રહયા છે રૂપિયા

Image Source

સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે ગરીબોને રાશન અને આર્થિક સહાય આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ મહિલા ખાતાધારકોના ખાતામાં 500 રૂપિયાનો બીજો હપ્તો નાખવાનો શરુ કરી દીધો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ જનધન મહિલા ખાતાધારકોના ખાતામાં બીજા હપ્તા નંખાઈ ચુક્યા છે. 4 મેથી, આ નાણાં ઉપાડવાની સુવિધા પણ એકાઉન્ટ નંબર અનુસાર આપવામાં આવી હતી.

SBIએ વ્યાજના દરમાં કર્યો ઘટાડો

Image Source

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજમાં પણ ઘટાડો કર્યો છે. બે કરોડ રૂપિયાથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર નવા એસબીઆઈ દરો 12 મે 2020થી લાગુ થશે. એસબીઆઈએ 3 વર્ષના સમયગાળાની એફડી પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે સિસ્ટમ અને બેંકની લીકવીડિટીને ધ્યાનમાં રાખીને, અમે 3 વર્ષના સમયગાળા માટે રિટેલ ટર્મ ડિપોઝિટ રેટમાં આ ઘટાડો કરી રહ્યા છીએ. એસબીઆઈ એફડી દરો જે સામાન્ય લોકો માટે 12 મેથી લાગુ થશે. હવે તમને 7 થી 45 દિવસની એફડી પર 3.3% વ્યાજ મળશે, 46 થી 179 દિવસ – 4.3%, 180 થી 210 દિવસ – 4.8%, 211 દિવસથી 1 વર્ષ – 4.8%, 1 થી 2 વર્ષ – 5.5%, 2 થી 3 વર્ષ સુધી – 5.5%, 3 થી 5 વર્ષ સુધી – 5.7% વ્યાજ મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.