ખબર

SBI ના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, આવી મંદીમાં હજુ એક વધુ ઝાટકો- જાણો જલ્દી

દુનિયાભરમાં કોરોનાનો સંકટ ચાલી રહ્યો છે એ દરમિયાન જ ભારતની સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક દ્વારા તેના ગ્રાહકોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આજ મહિનામાં SBI દ્વારા ફિક્સ ડિપોઝીટના વ્યાજદરમાં બીજીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. જે આજરોજથી જ એટલે કે તારીખ 27મે 2020થી જ લાગુ કરી દેવામાં આવશે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ બેંક દ્વારા ફિક્સ ડીપોઝીટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. SBI દ્વારા 2 કરોડ અથવા તો તેનાથી વધારે બલ્ક ફિક્સ ડિપોઝીટ ઉપર પણ 50 BPS (બેસીસ પોઇન્ટ) સુધીનો ઘટાડો કર્યો છે. આ અગાઉ પણ SBI દ્વારા ફિક્સ ડિપોઝીટના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Image Source

વ્યાજદરના ઘટાડા સાથે હવે આ પ્રમાણે ગ્રાહકોને ફિક્સ ડિપોઝીટ ઉપર વ્યાજ મળશે.

7થી 45 દિવસ માટે સામાન્ય નાગરિકોને 2.9% અને વરિષ્ઠ નાગરિકોને 3.4% વ્યાજદર મળશે.

46થી 179 દિવસ માટે સામાન્ય નાગરિકોને 3.9% અને વરિષ્ઠ નાગરિકોને 4.4% વ્યાજદર મળશે.

180થી 210 દિવસ માટે સામાન્ય નાગરિકોને 4.4% અને વરિષ્ઠ નાગરિકોને 4.9% વ્યાજદર મળશે.

211થી એક વર્ષ માટે સામાન્ય નાગરિકોને 4.4% અને વરિષ્ઠ નાગરિકોને 4.9% વ્યાજદર મળશે.

એક વર્ષથી બે  વર્ષ માટે સામાન્ય નાગરિકોને 5.1% અને વરિષ્ઠ નાગરિકોને 5.6% વ્યાજદર મળશે.

બે વર્ષથી ત્રણ વર્ષ માટે સામાન્ય નાગરિકોને 5.1% અને વરિષ્ઠ નાગરિકોને 5.6% વ્યાજદર મળશે.

ત્રણ વર્ષથી પાંચ વર્ષ માટે સામાન્ય નાગરિકોને 5.3% અને વરિષ્ઠ નાગરિકોને 5.8% વ્યાજદર મળશે.

પાંચ વર્ષથી દસ વર્ષ માટે સામાન્ય નાગરિકોને 5.4% અને વરિષ્ઠ નાગરિકોને 6.2% વ્યાજદર મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.