ખબર

જો તમે SBIના ગ્રાહક છો, તો જલ્દી વાંચો…આ નિયમો બદલાઈ ગયા

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છે. તો તમારા માટે તે જાણવું બેહદ જરૂરી છે. બેંકે કોરોના વાયરસ સંક્ર્મણનના ધ્યાનમાં રાખીને ખતરાને ધ્યાનમાં રાખીને તેની શાખાઓમાં સોશિયલ ડિસ્ટેંસીન્ગને જાળવવા માટે ઘણી શાખાઓ અને ખુલવા અને બંધ કરવાની સમયમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ બ્રાંચમાં આવતા સ્ટાફમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ લોકોને બેંક બ્રાંચમાં આવવાને બદલે ડિજિટલ વ્યવહાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

Image Source

બેંક ખુલવાનો સમય બદલાયો :

જો તમે પણ તમારી નજીક આવેલી SBIની બ્રાંચનો સમય જાણવા માંગો છો તો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમારા શહેરનું નામ શોધી શકો છો. https://www.sbi.co.in/documents/136/1364568/Working+Branches+22052020.pdf/588d3aef-426d-8bbd-2c1a-e3159a2854d1?t=1590133498748

એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર (રિટેલ બેન્કિંગ) પી.કે.ગુપ્તાએ જણાવ્યું કે અનેક રાજ્યમાં અને બેંકની બ્રાંચ ખુલવાના અને બંધ કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. અમુક રાજ્યમાં આ સમય 7થી 10 છે. જ્યારે અમુક રાજ્યમાં 8થી 11, જ્યારે અમુક રાજ્યમાં 10થી 2 છે.

Image Source

SBIની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે બેંક તરફથી બ્રાંચ ખોલવાનો સમય બદલી દેવામાં આવ્યો છે. આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દેશમાં તમામ હિસ્સામાં બેંક હવે સવારે 11.30 વાગ્યે ખુલી રહી છે.

એક મીડિયામાં જણાવ્યું હતું કે અલગ અલગ રાજ્યમાં એસબીઆઈની બેંકો અલગ અલગ સમય પર ખુલી રહી છે.

Image Source

ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસમાં કેશ પિકઅપ, કેશ ડિલિવરી, ચેક પિકઅપ, ચેક રિક્વિઝિશન, સ્લિપ પિકઅપ, ફૉર્મ 15એચ પિકઅપ, ડ્રાફ્ટ્સ ડિલિવરી, ટર્મ ડિપોઝિટ એડવાઇઝ ડિલિવરી, લાઇફ સર્ટિફિકેટ પિકઅપ તથા કેવાઈસી ડૉક્યુમેન્ટ્સ પિકઅપ વગેરે સેવા સામેલ છે.

Image Source

આ સેવા મેળવવા માટે તમારા કામકાજના દિવસોમાં સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી ટૉલ ફ્રી નંબર 1800111103 પર કૉલ કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન માટે હોમ બ્રાંચમાં સર્વિસ રિક્વેસ્ટ આપી શકાય છે. નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જ 60 રૂપિયા અને જીએસટી તથા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જ 100 રૂપિયા અને જીએસટી આપવો પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.