ખબર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટમાં હોય 30 નવેમ્બર સુધી જમા કરી દો ફોર્મ , નહીં તો થઇ જશે તકલીફ

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને ઉચ્ચતર સેવા આપવા માટે હંમેશા તતપર હોય છે, હાલમાં જ એસબીઆઈએ પેન્શનધારકો માટે એક અગત્યની જાહેરાત કરી છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પેન્શન ધારકોને 30 નવેમ્બર 2019 સુધીમાં તેનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે કહ્યું છે. આ જાહેરાતનો મતલબ સાફ છે કે, તમે રીટાયર છો અને તમારું પેન્શન એસબીઆઈના ખાતામાં આવે છે તો તમારે લાઈફ સર્ટિફિકેટ આપવું ખબૂ જ જરૂરી છે. જો પેન્શન ધારકોએ તેનું લાઈફ સર્ટિફિકેટ ૩૦ નવેમ્બર સુધી જમા ના કરાવ્યું તો તેની પેન્શન અટકી જશે.

Image Source

જણાવી દઈએ કે, બેન્કની એક વેબસાઈટ મુજબ સ્ટે બેંક ઓફ ઇન્ડિયા પાસે લગભગ 36 લાખ પેન્શન ખાતા અને 14 સેન્ટરેલાઈઝડ પેન્શન પ્રોસેસિંગ સેલ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લાઈફ સર્ટિફિકેટ જમા કરવા માટે ખાસ સુવિધાનું એલાન કર્યું છે. બેંકના ટ્વિટ મુજબ બેન્કની કોઈ પણ બ્રાન્ચમાં સર્ટિફિકેટ જમા કરાવવામાં આવશે. આ સિવાય આધાર સેન્ટર અને csc સેન્ટર પર પણ જમા કરાવી શકશો.

જણાવી દઈએ કે, દર વર્ષે નવેમ્બર મહિનામાં પેન્શન બેંકમાં જઈને રજિસ્ટારમાં સહી કરીને જીવિત હોવાનું પ્રમાણ દેવાનું હતું. પરંતુ આ સુવિધા બધા લોકો માટે આસન નથી. ઘણા વૃદ્ધ અને બીમાર વ્યક્તિને આ કારણે બહુજ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તેથી બેન્ક દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

બેન્કની વેબસાઈટમાં જાણકારી મુજબ, પેન્શન ધારક કોઈ પણ શાખામાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. લાઈફ સર્ટિફિકેટ આપવા ખુદ વ્યક્તિ નહિ જાય તો અથવા કોઈ અધિકૃતવ્યક્તિને પણ બેંકમાં મોકલી લાઈફ સર્ટિફિકેટ માટે મોકલી શકે છે. સેન્ટ્રલપેન્શન એકાઉન્ટિંગ ઓફિસના મેમોરેડના અનુસાર, જે પેન્શન ખાતેદાર બેંકમાં ના જઈ શકે તે મેજિસ્ટ્રેટ અને ગેજેટ ઓફિસરની સાઈન કરાવીને પણ તેનું લાઇફ સર્ટિફિકેટ જમા કરવી શકે છે.

Image Source

બેન્કમાં લાઈફ સર્ટિફિકેટ જમા ના કરાવવા પૂર્વ ટ્રેઝરી તેનું પેન્શન રિલીઝ નહિ કરે. તેની બેંકના ખાતેદારોએ 30 નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. જો સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો પેન્શનર તેના એકાઉન્ટમાંથી પેન્શન નહિ કાઢી શકે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.