ખબર

SBIમાં ખાતુ હોય તો મસ્ત છે આ સ્કીમ, હવે એકવાર પૈસા જમા કરો પછી દર મહિને મેળવો ઈનકમ- જાણો વધુ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સામાન્ય જનતા માટે ઘણા પ્રકારની સેવિંગ્સ સ્કીમ જાહેર કરે છે. હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સેવિંગ સ્કીમ્સ પૈકીની એક છે એન્યુટી સ્કીમ્સ.

આ સ્કીમ હેઠળ તમે એકવાર રોકાણ કરી નિયમિત સમય માટે માસિક આવક પ્રાપ્ત કરી શકો છો. એન્યુટી પેમેન્ટમાં ગ્રાહક તરફથી જમા રકમ પર વ્યાજ લગાડી એક સમય નક્કી કર્યા બાદ આવક થવાની શરૂ થઇ જાય છે.

આ સ્કીમમાં ઓછામાં ઓછું 1 હજાર રૂપિયા મહિના એન્યુટી માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં 36, 60, 84 અથવા 120 મહિના માટે રોકાણ કરી શકો છો. આ રોકાણ કરી વ્યાજ દર એજ લાગુ પડશે જે ટર્મ ડિપોઝીટ પર હોય છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક 3 વર્ષ માટે એન્યુટી ડિપોઝીટ કરવા માંગે છે તે જમાકર્તાને 3 વર્ષની એફડી પર લાગુ થનારા વ્યાજદરના હિસાબથી જ વ્યાજ મળશે.

આ રોકાણ દરમિયાન જમાકર્તાનું મોત નીપજી જાય તો સમય પહેલા પૈસા ઉપાડવાની અનુમતિ પણ આપવામાં આવે છે. આ સ્કીમમાંથી જમારાશિના 75 ટકા સુધી લોન પણ મળશે.

લોનનો વિકલ્પ પસંદ કર્યા બાદ ભવિષ્યમાં એન્યુટીની રકમ લોન એકાઉન્ટમાં ત્યાં સુધી જમા થશે જ્યાં સુધી પુરી લોન ભરાઈ નહીં જાય ત્યાં સુધી.

જો તમે 5 વર્ષ સુધી 10 હજારની રકમ મંથલી એન્યુટીમાં ઈચ્છો છો તો 7 ટકાના વ્યાજના અનુસાર, તમારે એન્યુટી ડિપોઝીટમાં 507,965.93 રૂપિયા જમા કરાવવાના રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.