ખબર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હવે ઘરે બેઠા જ માસિક આવક મળે તેવી સ્કીમ લઈને આવી છે, આ રહી સંપૂર્ણ જાણકારી

ભારતની ઘણીબધી બેંકમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ઉપર લોકોને સૌથી વધુ વિશ્વાસ છે, તે સારું નામ પણ ધરાવે છે. બેન્કિંગ ક્ષેત્રમાં એસબીઆઈ હંમેશા પોતાના ગ્રાહકોનું ધ્યાન રાખીને પોતાની નવી નવી યોજનાઓ લાવે છે. હાલમાં જ એસબીઆઈ દ્વારા એક નવી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં ગ્રાહકો હવે ઘરે બેઠા પણ કમાણી કરી શકશે. ચાલો જાણીએ આ યોજના વિશે સંપૂર્ણ માહિતી.

Image Source

ભારતીય સ્ટેટ બેંક પોતાના ગ્રાહકો માટે એક નવી સ્કીમ એન્યુટી ડિપોઝીટ સ્કીમ લઈને આવી છે જેમાં ગ્રાહકોને દર મહિને એક નક્કી રકમ મળી રહેશે.તેના માટે એસબીઆઇના ગ્રાહકોએ માત્ર એકવાર બેંકમાં જઈને એક નિશ્ચિત રકમ ડિપોઝીટ કરવાની રહશે. એસબીઆઇની આ સ્કીમ ખાસ એ લોકો માટે છે જે લોકો પોતાની બચત દ્વારા દર મહિને એક માસિક નક્કી આવક મેળવવા માંગે છે.

સ્ટેટ બેંકની અધિકારીક વેબસાઈટ ઉપર આપેલી જાણકારી પ્રમાણે આ યોજના અંતર્ગત ડિપોઝીટ કરનાર વ્યક્તિને ઇએમઆઇની રીતે દર મહિને નિશ્ચિત આવક મળશે. આમ મુખ્ય આવક સાથે વ્યાજની રકમ પણ જોડવામાં આવશે.  આ યોજના અંતર્ગત વ્યાજની રકમ બીજા જ મહિનાથી મળી શકશે. ધારો કે તમે 28 ફેબ્રુઆરીના રોજ એક નિશ્ચિત રકમ ડિપોઝીટ કરવો છો તો 27 માર્ચથી જ તમને ડિપોઝીટ મળવાની શરૂ થઈ જશે.

આ યોજનામાં ગ્રાહક ઈચ્છે એટલી ડિપોઝીટ જમા કરાવી શકે છે, પરંતુ ગ્રાહકે આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી 25 હજાર સુધીની ડિપોઝીટ જમા કરાવવાની રહેશે.

Image Source

કેવી રીતે અને કેટલું મળશે વ્યાજ:
આ યોજનામાં ગ્રાહકોને મળવા વાળું વ્યાજ ફિક્સ અને ટર્મ ડિપોઝીટ જેટલું જ રહેશે. સાથે જ ગ્રાહકે કેટલી સમય મર્યાદા માટે આ યોજનાનો લાભ લીધો છે તેના ઉપર પણ નિર્ભર છે. હાલમાં જ રિવાઇઝડ વ્યાજદર પછી 1થી 10 વર્ષ માટે પરિપક્વ થવા વાળી ફિક્સ ડિપોઝીટ ઉપર બેંક 6 ટકા વ્યાજદર આપે છે. તેમાં 36 મહિના, 84 મહિના અને 120 મહિનાની મુદ્દત માટે એસબીઆઈ એન્યુટી ડિપોઝીટ સ્કીમ ઉપર 6 ટકા વ્યાજદર મળશે.

કેટલી હશે સમય મર્યાદા:
એસબીઆઈ એન્યુટી ડિપોઝીટ સ્કીમ અંતર્ગત ગ્રાહકોને ઘણા મેચ્યોરિટી પિરિયડના વિકલ્પો મળે છે. ડિપોઝીટ કરાવનાર વ્યક્તિ પાસે વિકલ્પ હોય છે કે તે 3થી 5 વર્ષ, 7 વર્ષ અને 10 વર્ષના વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરે.

અકાળ ચુકવણી કેવી રીતે મળવા પાત્ર હશે?
ગ્રાહકને જો કોઈ કારણોસર અકાળ ચુકવણી કરવાની થઈ તો તેના વિશે પણ એસબીઆઇની વેબસાઈટ ઉપર માહિતી આપવામાં આવેલી છે. અકાળ ચુકવણી માત્ર ગ્રાહકોના મૃત્યુ બાદ મળી શકશે.

Image Source

બીજી કેટલીક સુવિધાઓ:
આ યોજના અંતર્ગત ડિપોઝીટ કરાવનાર ગ્રાહકને નોમિનેશન કરવાની સુવિધા પણ મળે છે. ડિપોઝીટ કરવા ઉપર તમને ઓવરદ્રાફ્ટ અને લોનની સુવિધા પણ મળે છે. લોનની રકમ ડિપોઝીટની રકમના 75 ટકા સુધી મળવા પાત્ર રહેશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.