ખબર

જો તમે SBIના ગ્રાહક છો તો ભૂલથી પણ ના રાખશો મોબાઈલમાં આ એપ્લિકેશન, ઉડી જશે ખાતામાંથી પૈસા, SBIની ચેતવણી

આજકાલ મોટાભગના કામો ઓનલાઇન થવા લાગ્યા છે, ત્યારે બેંકની લેવડ દેવડ પણ હવે ઓનલાઇન જ થવા લાગી છે, ઘણી બધી એવી એપ્લિકેશન છે જે તમારા બેંક ખાતામાંથી નાણાં ઉઠાવી અને બીજાને ટ્રાન્સફર કરી શકે છે, તમારા બિલ ભરી શકે છે, મોબાઈલ અને ડીએચ રિચાર્જ પણ કરી શકે છે, બેંકની પણ ઓનલાઇન બેન્કિંગ એપ્લિકેશન આવતી હોય છે જેના દ્વારા પણ તમારા ખાતાની લેવડ દેવડ તમે કરી શકો છો, પરંતુ આ બધામાં ઓનલાઇન છેતરપિંડી થવાના પણ ઘણા ભય રહેલા હોય છે, ઘણીવખત તમને ખબર ના હોય એમ જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી પણ જતા હોય છે, અને તેના વિષે તમે કઈ નથી કરી શકતા તો આ બાબતે જ  બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક એપ્લિકેશન માટે ચેતવનની આપવામાં આવી છે.

Image Source

લોકડાઉનના કારણે પણ લોકો પોતાના ઘરમાં જ રહીને લેવડ દેવડ કરતા હતા, અને આ સમય દરમિયાન લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ વધારે બની છે. સ્ટેટ બેંક દ્વારા ટ્વીટ કરીને લોકોને અનધિકૃત મોબાઈલ એપ્લિકેશન ના વાપરવા માટેની સલાહ આપવામાં આવી છે. એસબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોબાઈલ એપ્લિકેશનથી તે તમારા ડિવાઈઝ ઉપર નિયંત્રણ રાખવાની સાથે તમારા કોન્ટેક્ટ, પાસવર્ડ અને ફાઇનૅન્શિયલ એકાઉન્ટનો એક્સેસ પણ મેળવી લે છે.

Image Source

સ્ટેટ બેંક દ્વારા ટ્વીટમાં લાખવમાં આવ્યું છે કે “કેટલીક એપ્લિકેશન તમારી સંવેદનશીલ જાણકારીઓને લઈને તમારી વ્યક્તિગત જાણકારીને ઉજાગર કરી શકે છે. SBI તમને તમને એપ્સના ઉપયોગ સંબંધી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી જણાવી રહ્યું છે. બેંક દ્વારા આ કેપશન આપીને એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે જેની અંદર ગ્રાહકોની સુરક્ષાને લઈને ઘણી ટિપ્સ આપવામાં આવી છે.

એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી સલાહ:

  • ગ્રાહકોએ હંમેશાં વેરિફાઇડ એપ ડાઉનલોડ કરવી જોઈએ.
  • કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા તપાસ કરો કે તે કઈ કંપની બનાવે છે અને તે વેરિફાઇડ છે કે નહીં?
  • કોઈપણ નવી એપ્લિકેશનને પરવાનગી આપતી વખતે સાવચેત રહો. એ વાતનું પણ ધ્યાન રાખો કે તે જે પરવાનગી માંગે છે તે શું જરૂરી છે?
  • કોઈપણ એપ્લિકેશનમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વિગતો સાચવશો નહીં.
  • તમારા સ્માર્ટફોનને નિયમિતપણે અપડેટ કરતા રહો.
  • મફત સ્ક્રીનસેવર ટાળો, કારણ કે આવી એપ્લિકેશનોમાં ઇનબિલ્ટ જોખમ છુપાયેલું હોય છે.
  • એવી સંદિગ્ધ લિંક ઉપર ક્લિક ના કરવું જે તમને ફોરવર્ડ મેસેજમાં મળી હોય.
  • તમારી સુરક્ષા તમારા ઉપર નિર્ભર છે. મહેરબાની કરીને તેનું ધ્યાન રાખો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.