નાસિકમાં 35 વર્ષિય ધર્મગુરુ સૂફી બાબાની હત્યા, અચાનક જ 4 લોકોએ SUV ગાડીમાં આવીને….

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલામાં અફઘાનિસ્તાનના રહેવાસી એક 35 વર્ષિય મુસ્લિમ સમુદાયના ધાર્મિક ગુરુની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જો કે, હજી સુધી હત્યાનુ કારણ સામે આવ્યુ નથી. આ ઘટના મુંબઇથી લગભગ 200 કિમી દૂર યેવલાના MIDC વિસ્તારમાં એક ખુલ્લા ભૂખંડ પર સાંજે ઘટી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશ્તી તરીકે થઈ છે. આ વિસ્તારના લોકો તેમને સૂફી બાબાના નામથી ઓળખતા હતા. હુમલાખોરો સૂફી બાબાને ગોળી મારી SUV ગાડીમાં ત્યાંથી ભાગી ગયા હતા.

અધિકારીએ કહ્યું કે હુમલાખોરોએ સૂફી બાબાને માથા પર ગોળી મારી હતી, જે બાદ તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અફઘાન નાગરિક સૂફી બાબાની હત્યા કર્યા પછી હુમલાખોરોએ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી એક SUV જપ્ત કરી લીધી અને સ્થળ પરથી ભાગી ગયા. યેવલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સૂચના મળ્યા બાદ નાસિકના યેવલા સિટી પોલિસ સ્ટેશનથી ભગવાન માથુરે સહિત અન્ય પોલિસકર્મી પહોંચ્યા હતા અને ધર્મગુરુને ગંભીર હાલતમાં સરકારી ઉપ-જિલ્લા હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલિસ અનુસાર, આરોપીઓએ એક મેદાનમાં સૂફી બાબાને માથા પર ગોળી મારી હતી. તે બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલિસે CCTV ફુટેજ પણ ખંગાળ્યા હતા.આ ઘટનાને 4 લોકોએ અંજામ આપ્યો હતો. આ મામલે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે. હાલમાં તો પ્રોપર્ટીને લઇને વિવાદમાં હત્યાની આશંકા જતાવવામાં આવી રહી છે. હાલ તો આ હત્યાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યુ નથી પરંતુ આર્થિક વિવાદને કારણે હત્યાની આશંકા પોલિસ જતાવી રહી છે.

પ્રાથમિક જાણકારી અનુસાર, સૂફી ખ્વાજા સૈયદ જરીબ ચિશ્તી એક અફઘાન મૌલવી હતા. પોલિસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. એનડીટીવીના અહેવાલ મુજબ, નાસિક ગ્રામીણ એસપીએ જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ તેમને કહ્યું કે ધાર્મિકગુરુના ડ્રાઈવરે જ તેમને ગોળી મારી હતી. આ કેસમાં એક શકમંદની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે કોઈપણ ધાર્મિક એંગલનો ઈન્કાર કર્યો છે.

રિપોર્ટ અનુસાર, સૈયદ ચિશ્તી છેલ્લા ઘણા સમયથી યેવલામાં રહેતા હતા. આ મામલે જમીન વિવાદની પણ શક્યતા છે. અફઘાન નાગરિક હોવાને કારણે તે પોતાના નામે જમીન ખરીદી શકતા ન હતા, તેથી તેમણે સ્થાનિક લોકોની મદદથી મિલકત બનાવી. હાલ પોલીસ તપાસમાં લાગી છે.

Shah Jina