સાયલાના ધમરાસળા ગામે પોલિસે બકરાની બલી ચઢાવતા ત્રણ વ્યક્તિઓને ઝડપ્યા, નામ જાણીને ઝટકો લાગશે

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલાક લોકો અંધશ્રદ્ધાને કારણે અબોલ પશુઓની બલી ચઢાવતા હોય છે. ત્યારે હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલિસે ત્રણ વ્યક્તિઓને ઝડપ્યા છે. સાયલા તાલુકાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવનાર ત્રણ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા છે અને ગુનો દાખલ કરી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલિસે બકરાના જે કપાયેલા અંગ હતા તેને કબ્જે લીધા છે અને ત્રણેય વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગત જોઇએ તો, પોલિસને ધમરાસળા ગામે માતાજીના મંદિરમાં બકરાની બલી ચડાવાતી હોવાની બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીને આધારે ધજાળા પોલીસ ગામથી ઉગમણે ભોગાવા નદીના કાંઠે આવેલા અંકાસી માતાના મંદિરે દોડી ગઈ હતી અને ત્યાંથી સોખડાના મનસુખ મકવાણા, ઉકાભાઈ મકવાણા અને મસાભાઈ મકવાણા નામના શખ્સોને ઝડપી લીધા બાદ મૃતક બકરાના કપાયેલા અંગો સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેયને પોલિસે મંદિર સામેની ખુલ્લી જગ્યામાંથી ઝડપી લીધા હતા.

હાલમાં જ પશુની બલી ચઢાવવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને સો.મીડિયામાં ફરતો થયા બાદ આ વીડિયો ધમરાસળા ગામનો હોવાની આશંકા સેવાઇ રહ હતી. ત્યારે પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેયને ઝડપી બકરાના અવશેષો કબ્જે કર્યા હતા. માતાજીને બકરાની બલી ચડાવતા ધમરાસળા ગામે ચકચાર મચી જવા પામી હતી.

Shah Jina