ધાર્મિક-દુનિયા

શ્રાવણ માસના સોમવારે આ 10 નિયમોનું પાલન કરો પછી થશે શિવ થશે પ્રસન્ન

શ્રાવણ મહીનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂર્ણ કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારની વિશેષ મહત્વ છે. શિવ મહાપુરાણ અનુસાર શિવની ઉપાસના અને વ્રત કરવાથી રોગ અને વ્યાધિ દૂર ભાગે છે. શ્રાવણ મહિનામાં શિવની ભક્તિ કરવાથી  શિવજી તેના ભક્તો પર વિશેષ આશીર્વાદ આપે છે. સાથે જ દુર્ઘટના અને અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે.  સાથે જ મનપસઁદ જીવનસાથી મળે છે.

Image Source

ધાર્મિક માન્યતા અનુસાર સોમવારનું વ્રત કરવાથી વ્રત કરનારના દુઃખ, કષ્ટ અને પરેશાનીઓથી છુટકારો મળે છે. અને સાથે નિરોગી, સુખ અને સમૃદ્ધ જીવનનો આનંદ મળે છે.
સોમવારના વ્રત કરવાનું નિયમ

માન્યતા છે કે, અભિષેક દરમિયાન અને પૂજા વિધિ સાથે સાથે મંત્રોના જાપ કરવા આવશ્યક માનવામાં આવે છે.

વ્રત કરનારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાહવાના પાણીમાં કાલા તલ નાખીને સ્નાન કરવાનું.

Image Source

સ્નાન કર્યા બાદ ભગવાન શિવને અભિષેક જળ અથવા ગંગાજળથી કરવામાં આવે છે. પરંતુ વિશેષ અવસર પર મનોકામના પૂર્તિ માટે દૂધ, દહીં, મધ, ચણાની દાળ, સરસો તેલ, કાળા તલ, જેવી સામગ્રીથી અભિષેક કરવાની વિધી પ્રચલિત છે.

શિવ અને પાર્વતીનું ‘ૐ નમઃ શિવાય’ના મંત્રના જાપ કરીને સફેદ ફૂલ, સફેદ ચંદન,ચોખા, પંચામૃત, સોપારી અને ગંગાજળથી સ્નાન કરાવવું.

શિવ -પાર્વતીની પૂજા કર્યા બાદ શ્રાવણ મહિનાના સોમવારની વ્રત કથા કરવાની.

વ્રત કથા થયા બાદ આરતી કરી ત્યારબાદ ભગવાનને ભોગ લગાવવો. ત્યારબાદ આ પ્રસાદ રૂપે બધાને વહેંચવો.

શ્રાવણના વ્રત દરમિયાન દિવસમાં ફક્ત એક જ વાર મીઠા વગરનું જમવાનું.

Image Source

સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું. જો આખો દિવસ વ્રત નાઝ થઇ શકે એમ હોય તો સૂર્યાસ્ત સુધી પણ વ્રત કરી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દૂધને ચંદ્રગ્રહથી સંબંધિત માનવામાં આવે છે. કારણકે બન્નેની પ્રકૃતિ અને શીતલતા પ્રદાન કરે છે. ચંદ્ર ગ્રહથી સંબંધીત સમસ્ત દોહ નિવારણ કરવા માટે સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરવાનું.

Image Source

બધી જ મનોકામના પૂર્ણ કરવા માટે દરરોજ શિવલિંગ પર ગાયનું કાચું દૂધ અર્પણ કરવાનું. તાજું જ દૂધ પ્રયોગમાં લેવાનું ડબા કે પેકેટના દૂધનો મહાદેવ પર અભિષેક નહિ કરવાનો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.