અમુક રાજ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઈ છે. તો અમુક રાજ્યમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત કરશે.આ પવન મહિનામાં બગવાન શિવ-શંકરની પૂજા અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ માસ અત્યંત પ્રિય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ધારતી પર આવીને ભક્તોની બધી પરેશાનીઓ દૂર કરે છે. માન્યતા અનુસાર, આ મહિનામાં ભોલેનાથને ખુશ કરવા માટે તમામ કોશિશ કરવામાં આવે છે.

ભગવાન શિવ જગતગુરુ છે. શિવ તપના રૂપમાં શક્તિ, સંકલ્પ, જ્ઞાન, વિવેક, સંકલ્પ અને પુરુષાર્થન પ્રેરણા આપે છે. શિવ ભક્તિથી દરિદ્રતા અને ધનનો અભાવ ક્યારે પણ નથી રહેતો.

શ્રાવન મહિનામાં દરરોજ નિત્યકાર્ય પતાવ્યા બાદ ભગવાન શંકરની સાથોસાથ દેવી પાર્વતીને અને નંદીને પવિત્ર જળ અર્પણ કરો. ત્યારબાદ શિવજઈને ચંદન,બીલીપત્ર અને ધતુરાનું ફૂલ પણ અર્પણ કરો.

દરિદ્રતા અને ગરીબાઈને દૂર રાખવા માટે વિશેષ મંત્ર અને પદ્ધતિથી કરવામાં આવેલી સીવી પૂજાને પ્રભાવી માનવામાં આવી છે. ધનની પરેશાની માટે કરો આ મંત્ર.
मन्दारमालाङ्कुलितालकायै कपालमालांकितशेखराय।
दिव्याम्बरायै च दिगम्बराय नम: शिवायै च नम: शिवाय।।
श्री अखण्डानन्दबोधाय शोकसन्तापहारिणे।
सच्चिदानन्दस्वरूपाय शंकराय नमो नम:॥

આ મંત્રનું સ્મરણ કર્યા બાદ ભગવાન શિવને ઘી-સાકર અને લોટના બનેલા પ્રસાદનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાનને દીવાબત્તી કરી આરતી કરો. ધરાવેલ પ્રસાદને ગુરુજનો પરિવાર જનોને વહેંચો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks