શ્રાવણ મહિના શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી હોય શિવ ભક્તોમાં અનેરી લાગણી જોવા મળે છે. શ્રાવણ મહિનો શરૂ થતા જ ભોળનાથના મંદિરો શિવજીના નાદ સાથે ગુંજી ઉઠશે. શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ બતાવવાના આવ્યું છે. શ્રાવણ મહિનો ભોલાનાથનો પ્રિય મહિનો હોય ગમે તે વિકટ પરિસ્થતિમાં તમે શિવજીની કૃપા મળેવી શકો છો.

હિન્દૂ ધર્મમાં દાનને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિ સાથે દાન- ધર્મના મહત્વને પણ બમણો માનવામાં આવે છે. આ મહિના કરેલા દાન-પુણ્ય ક્યારે પણ નિષ્ફ્ળ જતા નથી. આ મહિનામાં જે લોકો દાન કરતા હોય તેને પણ રોકવા નહીં. આ મહિનામાં ભક્તો ગાય, ગરીબો અને જરૂરિયાતમંદ અને બીમાર વ્યક્તિને દાન કરતા હોય ત્યારે તેને ક્યારે પણ રોકવા નહીં. પ્રસન્નતાથી કરેલું દાન ક્યારે પણ નિષ્ફ્ળ જતું નથી. અને દુઃખી મનથી અને સ્વાર્થની ભાવનાથી કરેલું ડેન ક્યારે સફળ જતું નથી. આજે અમે તમને જણાવીશું આ મહિનામાં શેનું દાન કરવું જોઈએ.

શ્રાવણ મહિનામાં સાંજના સમયે સફેદ ચંદન, ચોખા, ગાયની ઘી, સાકર, દહીં ખીર અને સફેદ ફૂલોનું દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ ઘરમાં ખુશહાલી પણ આવે છે.
ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનામાં નંદીને ઘાસ ખવડાવવો.
અક્ષય પુણ્યની પ્રાપ્તિ માટે શિવના પ્રિય બીલીપત્ર, શિવલિંગી, શમીપત્ર અને આંબળા જેવા વૃક્ષો વાવવાથી ફાયદો થાય છે.
કાળસર્પ દૉષનો પ્રભાવ ઓછો કરવા માટે સાપોની જોડીનું દાન શ્રાવણ મહિનામાં કરવું જોઈએ. એશ્વર્યમાં વધારો કરવા માટે રુદ્રાક્ષનુંડેન સૌથી શ્રેષ્ઠ છે.

પરલોકમાં સુખ પ્રાપ્તિ માટે અન્ન, જળ, ઘોડા, ગાય, વસ્ત્ર, છત્રી અને આસનનું દાન કરવું જોઈએ.
ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે દવાઓનું દાન કરવું જોઈએ.
શ્શ્રાવણ મહિનામાં એક મહિના સુસંઘી દીવાનું દાન કરવાથી સારા દિવસો આવે છે.
શ્રાવણ મહિનામાં ખીર અને માલપુઆને ભગવાનને ભોગ ધરી જરૂરિયાત મંદ વવ્યક્તિને આપવાથી આપણા કામ થઇ જાય છે. સાથે જ જીવનમાં જે કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ થઇ જાય છે.

આ મહિનામાં ભોળનાથની કૃપા મેળવવા માટે જળ અને તલને હાથમાં લઈને પૂર્વ દિશામાં મોઢું રાખીને દાન કરવાથી ઘરમાં લાભ થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks