અબજોપતિ સવજીભાઈના દીકરાને 36 કલાક ભૂખ્યા રહેવું પડ્યું, ઓરડીમાં બિસ્કીટ ખાઈને દિવસો પસાર કર્યા, હકીકત જાણશો તો આંખો પહોળી થઈ જશે
સુરતમાં ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયાને આજે કોણ નથી ઓળખતું ? સવજીભાઈ માત્ર ડાયમંડ કિંગ જ નહીં એક સેવાભાવી વ્યક્તિ તરીકે પણ ઉભરી આવ્યા છે. સવજીભાઈ ધોળકિયાને પદ્મશ્રી દ્વારા પણ સન્માનિત કરવામાં આવનારા છે ત્યારે હવે તેમનું માન અને મોભો પણ ખુબ જ વધ્યો છે.
સવજીભાઈ ધોળકિયાના વૈભવી જીવન વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ ઘણી એવી બાબતો પણ છે જેના વિશે ઘણા લોકોને ખબર નહીં હોય. આજે અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવવાના છીએ જે જાણીને તમને પણ ખુબ જ હેરાની ચોક્કસ થવાની છે.
સુરતના હરેકૃષ્ણા એક્સ્પોર્ટ પ્રાઈવેટ લિમિટેડનાં માલિક સવજીભાઇ ધોળકિયાને આખા ભારતમાં નહી પણ આખા વિશ્વમાં લોકો ડાયમંડ કિંગથી ઓળખે છે. અને સવજીભાઇ ધોળકિયાને લોકો મહાન દાનેશ્વર અને ઉદાર દિલના વ્યક્તિ તરીકે પણ ઓળખે છે. કેમકે તેઓ દર વર્ષે દિવાળી આવતા જ એમની કંપનીમાં કામ કરતાં વ્યક્તિઓને દિવાળી બોનસમાં આપે છે લાખોની ગિફ્ટ.
જેમાં કાર અને ફ્લેટ પણ સામેલ છે. થોડા વર્ષ પહેલા જ દિવાળી બોનસમાં બધા જ કર્મચારીને કાર ગિફ્ટ આપી એ પણ મારુતિ અને સુઝુકી કંપનીની. આવા દિલદાર સવજીભાઈને એક પુત્ર પણ છે. જેનું નામ દ્રવ્ય ધોળકિયા છે.દ્રવ્ય ધોળકિયાએ વિદેશની ધરતી પર ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ નો અભ્યાસ કર્યો છે.
દ્રવ્યનો સ્વભાવ રંગીન મિજાજનો હતો. તેને ખાવા-પીવાથી લઈને હરવા ફરવાનો અને સારા-સારા બ્રાંડેડ કપડાં પહેરવાનો ખૂબ જ શોખ હતો. અને હોય જ ને એ સાવજી ધોળકિયાનો દીકરો છે. MBA કર્યા પછી દ્રવ્ય જયારે ન્યૂયોર્કથી સુરત પરત ફર્યા હતા, ત્યારે તેમના પિતાએ તેમને ફેમિલી બિઝનેસમાં સામેલ કરવાને બદલે એક ફ્રેશર તરીકે નોકરી કરવા કહ્યું હતું.
દ્રવ્યને પહેલી નોકરી એક બીપીઓમાં મળી હતી, જેનું કામ અમેરિકાની કંપનીની સોલાર પેનલ વેચવાનું હતું. પરંતુ એક અઠવાડિયાં બાદ પગાર લીધા વિના જ તેમને આ નોકરી છોડી દીધી હતી. આવું તેઓએ પિતાની શરતના આધાર પર કર્યું હતું. એક વાર સવજીભાઈને ન્યૂયોર્કમાં એક બિઝનેસ ડિલ માટે જવાનું થયું.
અને એ મિટિંગમાં સવજીભાઇ તેમના દીકરા દ્રવ્યને પણ સાથે લઈ ગયા હતા. ત્યારે ન્યૂયોર્કની એક હોટેલમાં જમવા જવાનું થયું. સવજીભાઈએ પોતાના દીકરાને ઓર્ડર કરવા કહ્યું. ત્યારે દ્રવ્યએ જરૂર કરતાં વધારે પ્રમાણમાં ઓર્ડર કર્યો ને બિલ ખૂબ વધારે આવ્યું. ત્યારે જ સવજીભાઇ સમજી ગયા કે તેમના દીકરાને પૈસાની કિંમત સમજાવવી પડશે. ત્યારે તો તેઓ કશું ન બોલ્યા. પરંતુ જ્યારે દ્રવ્ય ભારત પાછો ફર્યો પોતાનો અભ્યાસ પૂરો કરીને ત્યારે તેને સાચી દુનિયાદારી સમજવામાં આવી.
દ્રવ્ય ધોળકિયાએ હોટેલમાં કરી હતી નોકરી: એ સમયે સવજીભાઈએ તેમના દીકરાને કહયું કે તારે તારી ઓળખ છૂપાવી નોકરી ગોતવી પડશે. એ અનુભવ પછી જ તું આપણી કંપની સંભાળી શકીશ. પોતાના દીકરાને જીવનનું સત્ય સમજાવવા માટે સવજીભાઇને કડક થવું પડ્યું હતું.
દ્રવ્યએ 3 જોડી કપડાં અને કુલ 7000 રૂપિયાની રકમ સાથે કોચીનમાં એક મહિનો વિતાવ્યો હતો. આ દરમ્યાન તેમના પિતાએ તેમને દરેક અઠવાડિયે નવી નોકરી કરવાનું કહ્યું હતું અને ઘરે પાછા ફરે ત્યારે તેની પાસે 7000 રૂપિયાની રકમ તો હોવી જ જોઈએ એવી શરત પણ મૂકી હતી.
એ સમય પછી દ્રવ્ય ધોળકિયાને સાચી જિંદગીનો ખ્યાલ આવી ગયો અને પૈસાની કિંમત સમજાઈ. ત્યારબાદ તેની લાઇફસ્ટાઇલ જરૂર પૂરતી જ સીમિત રહી, એ સમય પછી એના જીવનમાં કોઈ જ શોખ મહત્વના નથી. પોતે એક અમીર બાપનો દીકરો હોવા છતાં તે જમીન પર રહીને એને ગમતું જીવન જીવી રહ્યો છે. જિંદગીના પાઠ વ્યક્તિને અનુભવ પરથી જ શીખવા મળે છે. એ વાત અહીં સવજીભાઈએ સાબિત કરી દીધી.
Surat-based billionaire Savji Dholakia sent son to Kerala,asked him to survive by doing odd jobs for a month. pic.twitter.com/ZoYgeRxR9k
— ANI (@ANI) July 23, 2016