જીવનશૈલી પ્રવાસ

સવજીભાઈ ધોળકિયાના હરિકૃષ્ણ સરોવરની મુલાકાત, જુઓ વિડિઓ અને તસ્વીરોમાં કઈ રીતે તેઓ માણી રહયા છે વેકેશનની મજા

દિવાળી પછી પણ ફરવા જવાવાળા લોકોની સંખ્યા ઓછી નથી થઇ. એમાં પણ જયારે ગુજરાતીઓની વાત કરવામાં આવે તો તેઓ ફરવાના ખૂબ જ શોખીન હોય છે. તેઓ હંમેશ ફરવા માટે નીતનવી જગ્યાઓ શોધતા જ રહે છે. ત્યારે આજે વાત કરીએ આવી જ એક જગ્યા વિશે કે જ્યા તમે પરિવાર અને મિત્રો સાથે પીકનીક કરવા જઈ શકો છો.

Image Source

તાજેતરમાં જ ભારતની જાણીતી હીરાની કંપની હરિકૃષ્ણ ડાયમંડ્‌સના સ્થાપક અને અમરેલી જિલ્લાના લાઠી પાસેના દુધાળા ગામના વતની-ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ પોતાના વતનમાં વિકસાવેલા હરિકૃષ્‍ણ સરોવર ખાતે સમય પસાર કર્યો હતો. હરિકૃષ્‍ણ સરોવર પર આવીને સવજીભાઈ ધોળકિયાએ ફ્લાય બોર્ડની રાઈડની મજા માણી હતી અને સાથે જ તેમને બોટિંગ પણ કર્યું હતું.

Image Source

સવજીભાઈએ પોતાના ફેસબૂક પર આ મુલાકાત દરમ્યાનની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. જેમાં કાર્ગો પેન્ટ અને ટી-શર્ટમાં વોટર રાઇટ્સની મજા માણતા સવજીભાઈ કોઈ યુવાન જેવી જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ કે હરિકૃષ્‍ણ સરોવર વિશે –

Image Source

લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલા ત્રિવેણીસંગમ પંચગંગા તીર્થ પાસે જ ડાયમંડ ટાયકૂન સવજીભાઈ ધોળકિયાએ અહીં સ્વખર્ચે મોટા વિસ્તારમાં સરોવરનું નિર્માણ કર્યું. હરિકૃષ્‍ણ સરોવરનું લોકાર્પણ આ વર્ષે જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની મહેનતે સૌરાષ્ટ્રમાં આવેલા આ નાના ગામની ઓળખાણ જ બદલી નાખી છે.

Image Source

સવજીભાઈ ધોળકિયાએ પોતાના વતનમાં કોઈની પાસે એક પણ રૂપિયો લીધા વગર કરોડો રૂપિયાના ખર્ચે દિવસોની મહેનત બાદ હરિકૃષ્‍ણ સરોવર 280 વિઘા જમીનમાં તૈયાર કરવામાં આવ્યું હતું. જેની માટે 260 મજુરોએ સતત 120 દિવસ પરિશ્રમ કર્યો.

Image Source

અમરેલી જિલ્લાના દુધાળા સહિત નજીકના વિસ્તારમાં સિંચાઈના પાણીની મોટી સમસ્યા છે. જેથી પોતાના વતનને પાણીની અછતમાંથી ઉગારવા માટે તેમને આ કામ શરુ કર્યું હતું. જે આજે એક પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે. સવજીભાઈ ધોળકિયાએ ગાગડિયા નદી, પડતર જમીન અને નદીના કિનારાની જમીનમાં લાખો લિટર પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે નદીને પહોળી-ઊંડી કરવાનું કામ શરુ કર્યું હતું.

સવા લાખ ટન માટી કાઢી તેનો ઉપયોગ પડતર જમીનમાં એક નાનકડું સ્ટેડિયમ તૈયાર કરવામાં કર્યો હતો. ઘણા દિવસોની મહેનત બાદ અહીં એક મોટા વિસ્તારમાં સરોવરનું નિર્માણ થયું જેને સવજીભાઈએ હરિકૃષ્‍ણ સરોવર નામ આપ્યું હતું.

Image Source

જળ સંસાધન ક્ષેત્રમાં એક નમૂનારૂપ કાર્ય તરીકે અહીં વિશાળ સરોવરમાં વોટર રાઇડ્સ, બોટિંગ સહિતની બીજી ઘણી સુવિધાઓ વિકસાવી છે. જેથી અહીંનું સૌંદર્ય નિહાળવા માટે ઘણા લોકો અને મહાનુભાવો પણ અહીંની મુલાકાતે આવે છે. આ સરોવરની ઊંડાઈ 15 ફુટ છે. તેની આસપાસ લગભગ 150 વીઘા જમીનમાં સુંદર બગીચાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેની લીલોતરી જોઈને કોઈનું પણ મન મોહી જાય એમ છે.

જુઓ વિડિઓ:

અમરેલીથી હરિકૃષ્‍ણ સરોવરનું અંતર માત્ર 25થી 30 કિલોમીટર જેટલું જ છે. અહીં જો પરિવાર કે મિત્રો સાથે આવવાનો પ્લાન કરશો તો ચોક્કસથી જ મજા આવશે. અહીં તમે જુદી-જુદી વોટર રાઇડ્સની મજા માણી શકશો.

સ્વખર્ચે સવજીભાઈએ જે પર્યટન સ્થળ બનાવ્યું છે, તે આખા વિશ્વ માટે પ્રેરણારૂપ છે. અહીં રોજ હજારો સહેલાણીઓ પંચગંગા તીર્થની મુલાકાત લેતા થયા છે. જો સવજીભાઈ ધોળકિયાની જેમ દરેક વ્યક્તિ વિચારે તો આ આપણા દેશની અને આપણા સમાજની સીરત બદલાઈ શકે એમ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.