અજબગજબ ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

ક્યારેક પગે ચાલીને શેરીએ શેરીએ ફરી વેચતી હતી આ મહિલા કોલસા, આજે ફરે છે ઓડી મર્સીડીઝ જેવી ગાડીઓના કાફાલામાં

અછૂત માનવાવાળા લોકોથી સમાજ દૂર રહેતો, ઘણું કષ્ટ ઉઠાવીને આ મહિલાએ કર્યો એવો ચમત્કાર કે 200 કરોડની કંપની ઉભી કરી દીધી…પુરી સ્ટોરી વાંચીને છાતી ફુલાઈ જશે

સફળતાની ટોચ ઉપર બેઠેલા ઘણા વ્યક્તિઓનો જીવન સંઘર્ષ આપણે જોઈએ તો આપણને પણ નવાઈ લાગે કે કેવી રીતે આ માણસ અર્શથી છેક ફર્શ સુધી પહોંચ્યો હશે. દરેક માણસ સપના જુએ છે અને એને પુરા કરવા માટેની મહેનત કરતો હોય છે. ક્યારેક કિસ્મત સાથ નથી આપતું તો ક્યારેક કેટલીક જવાબદારીઓના નીચે દબાઈ જઈને એ માણસ પોતાના સપ્નાથી કોઈ વિપરીત જ દિશામાં ચાલવા લાગે છે. પરંતુ જો આપણું લક્ષ અને સાચી મહેનત જો સાથે હોય તો કોઈપણ સપનું પૂર્ણ થઇ શકે છે.

Image Source

આજે અમે તમને એવી જ એક મહિલાની સાહસ કથા જણાવીશું જેને આજે ગુજરાતમાં સવિતાબેન કોલસાવાળી તરીકે ઓળખવામાં આવે છે. તેમનું આખું નામ સવિતાબેન દેવજીભાઈ પરમાર છે. જે આજે કોઈ પરિચયની મહોતાજ નથી. પરંતુ એક એવો સમય પણ હતો જયારે સવિતાબેનને  ઘરે ઘરે જઈને વ્યવસાય કરવો પડતો હતો પરંતુ આજે તેમની પાસે કરોડોની સંપત્તિ છે. પરંતુ જમીનથી લઈને આ જગ્યા સુધી પહોંચવાનો એમનો સફર પણ એટલો સરળ નથી રહ્યો. ગરીબી અને સંઘર્ષ વચ્ચે આટલું મોટું સામ્રાજ્ય ઉભું કરનારા સવિતાબેનની વાર્તા કોઈ ફિલ્મ કરતા ઓછી નથી.

Image Source

સવિતાબેન ગુજરાતના અમદાવાદના એકદમ ગરીબ દલિત પરિવારના મહિલા છે. શરૂઆતથી જ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેમનો સંયુક્ત કુટુંબ જાળવવા માટે તેમના પતિ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટરની નોકરીથી એટલી કમાણી કરી શક્યા નહીં. કોઈક રીતે બે સમયનું જમવાનું મળેવી શકાતું હતું. આ સ્થિતિમાં સવિતાબેને પણ કામ માટે ઘર છોડવાનું નક્કી કર્યું. પરંતુ સૌથી મોટી અડચણ એ હતી કે તેઓ સંપૂર્ણ અભણ હતા તેથી કોઈ પણ જગ્યાએ તેમને કોઈ નોકરી ઉપર રાખવા માંગતું નહોતું.

ઘણી ભાગદોડ કર્યા પછી પણ તેમને કોઈએ કામ ઉપર રાખ્યા નહીં, પછી અંતે તેમને પોતાનું થોડું કામ કરવાનું વિચાર્યું. સવિતાબેનના માતા-પિતા કોલસો વેચતા હતા. માતાપિતાની પ્રેરણા લઈને તેમને પણ કોલસાના વેચાણનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ સૌથી મોટો પડકાર એ હતો કે તેઓ પાસે માલ ખરીદવા માટે પૈસા નહોતા. આથી મજબૂરીમાં સવિતાબેને મીલોમાંથી બળેલા કોલસા વીણીને ઘરે ઘરે વેચવાનું નક્કી કર્યું.

Image Source

આ બધા જ બધા જ પડકારો હોવા છતાં, સવિતાબેને ક્યારેય હાર માની નહીં અને તેમના કામ પ્રત્યે અડગ રહ્યા. તે ઘરે ઘરે કોલસો વેચીને પોતાના ગ્રાહકોની મોટી ઓળખાણ બનવવામાં પણ સફળ રહ્યા. વર્ષોની સખત મહેનતનું પરિણામ આવવા લાગ્યું અને તેઓએ સારો નફો મેળવવાનું શરૂ કર્યું. તેમને પોતાનો ધંધો વધારવાનાં ઉદ્દેશથી એક નાનકડી કોલસાની દુકાન શરૂ કરી. થોડા મહિનામાં જ, તેમને નાની ફેક્ટરીઓ માંથી ઓર્ડર મળવાના શરૂ થઇ ગયા. આ સમય દરમિયાન એક સિરામિક વાળાએ તેમને મોટો ઓર્ડર આપ્યો અને ત્યારબાદ સવિતાબેનનો કારખાના માટેનો પ્રવાસ શરૂ થયો. તેમને કોલસાના વિતરણ અને ચુકવણી માટે વિવિધ ફેક્ટરીઓની મુલાકાત લેવાની તક મળી ગઈ.

Image Source

આમાંથી જ પ્રેરણા લઈને સવિતાબેને એક નાની સીરામીક ભઠ્ઠી શરૂ કરી. ખૂબ જ સસ્તા ભાવે સારી ગુણવત્તાવાળી સિરામિક્સ સપ્લાય કરીને, તેમને ટૂંકા સમયમાં જ સારો વ્યવસાય કર્યો અને ક્યારેય પાછું વળીને જોયું નહીં. પ્રગતિની આ શ્રેણી આ રીતેજ સતત વધતી જ રહી. 1989માં તેમણે પ્રીમિયર સિરામિક્સનું ઉત્પાદન શરૂ કર્યું અને 1991માં સ્ટર્લિંગ સિરામિક્સ લિમિટેડ નામની કંપનીનો પાયો નાખીને ઘણા દેશોમાં સિરામિક ઉત્પાદનોની નિકાસ શરૂ કરી.

Image Source

આજે સવિતાબેન દેશના સૌથી સફળ મહિલા ઉદ્યોગપતિઓની યાદીમાં નામ ધરાવે છે. તેમની પાસે અમદાવાદના પોશ વિસ્તારમાં એક વિશાળ 10 બેડરૂમનો બંગલા સાથે ઓડી, પજેરો, બીએમડબ્લ્યુ, મર્સિડીઝ જેવી લક્ઝુરિયસ કારનો કાફલો છે.