કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ઘણા સામાન્ય લોકો બેકાર બની ગયા છે, ઘણા લોકોના નોકરી ધંધા અને રોજગાર છીનવાઈ ગયા છે, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારોને કામ નથી મળી રહ્યું, તેમની પણ દુઃખ ભરેલી કહાનીઓ અવાર નવાર સામે આવતી રહે છે, હાલ બોલીવુડમાંથી પણ એક એવી જ અભિનેત્રીની દુઃખભરી કહાની સામે આવી રહી છે.
“નદીયાં કે પાર, નિશાંત, નજરાના” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ વેટરેન અભિનેત્રી સવિતા બજાજે પોતાની પરિસ્થિતીથી કંટાળી મોત માટે ગુહાર લગાવી હતી. ખરાબ તબિયત અને આર્થિક તંગીના ભાર નીચે દબાયેલી સવિતાની મદદ માટે કેટલાક લોકો સામે આવ્યા હતા, જેના બાદ તેને હોસ્પિટલમાં પણ ભરતી કરવામાં આવી હતી અને હાલ તેની તબિયતમાં સુધાર પણ આવી ગયો છે.
થોડા દિવસ પહેલા એમ્બ્યુલન્સના સ્ટ્રેચર પર સવિતાએ એવુ કહ્યું હતું કે મારુ ગળુ દબાવીને મને મારી દો. મારે આવું જીવન નથી જોઈતુ. આનાથી સારુ હું મરી જવ. આ દુનિયામાં મારુ કોઈ નથી. જે મને સંભાળી શકે. સવિતા હોસ્પિટલના સ્ટાફ સામે મોતની ભીખ માગી રહી હતી.
સવિતાની દેખરેખ રાખનાર નૂપે મીડિયાને જણાવ્યું હતું કે “તેને પાંચથી છ ઓલ્ડ એજ હોમમાં ફોન કર્યો છે, પરંતુ ક્યાંયથી પણ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો. ઘણા લોકોએ તો મોઢા ઉપર જ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ગુરુદ્વારા માટે પણ એપ્રોચ કર્યો. આખરે અમારે એવા ઘરની તપાસ કરવી પડશે જ્યાં વેન્ટિલેશન સુવિધા ઉપલબ્ધ હોય.”