એવી ખરાબ હાલત થઇ કે આ દિગ્ગજ એક્ટ્રેસ ICUમાં દાખલ- જુઓ
લોકડાઉન અને કોરોના સંક્ર્મણના કારણે ઘણા સામાન્ય લોકો બેકાર બની ગયા છે, ઘણા લોકોના નોકરી ધંધા અને રોજગાર છીનવાઈ ગયા છે, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારોને કામ નથી મળી રહ્યું, તેમની પણ દુઃખ ભરેલી કહાનીઓ અવાર નવાર સામે આવતી રહે છે, હાલ બોલીવુડમાંથી પણ એક એવી જ અભિનેત્રીની દુઃખભરી કહાની સામે આવી રહી છે.
બોલીવુડની “નદીયાં કે પાર, નિશાંત, નજરાના” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ વેટરેન અભિનેત્રી સવિતા બજાજે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ઘડપણમાં તેની આવી હાલત થશે. પોતાની પરિસ્થિતીથી કંટાળી તેમને મોત માટે ગુહાર લગાવી હતી. 79 વર્ષીય સવિતા બજાજે જણાવ્યું હતું કે તેમને તેમના જીવનમાં ખુબ કમાણી કરી અને ઘણા લોકોની મદદ પણ કરી.
અને આજે ખરાબ તબિયત અને આર્થિક તંગીના ભાર નીચે દબાયેલી સવિતાની મદદ માટે કેટલાક લોકો સામે આવ્યા હતા, જેના બાદ તેને હોસ્પિટલમાં પણ ભરતી કરવામાં આવી હતી અને હાલ તેની તબિયતમાં સુધાર પણ આવી ગયો છે. પરંતુ તેમની પાસે રહેવા માટે કોઈ ઠેકાણું નથી. અને વૃદ્ધાશ્રમમાં પણ તેમને જગ્યા નથી મળી રહી.
થોડા દિવસ પહેલા એમ્બ્યુલન્સના સ્ટ્રેચર પર સવિતાએ એવુ કહ્યું હતું કે મારુ ગળુ દબાવીને મને મારી દો. મારે આવું જીવન નથી જોઈતુ. આનાથી સારુ હું મરી જવ. આ દુનિયામાં મારુ કોઈ નથી. જે મને સંભાળી શકે. સવિતા હોસ્પિટલના સ્ટાફ સામે મોતની ભીખ માગી રહી હતી.
સવિતાની દેખરેખ રાખનાર નૂપે મીડિયાને જણાવ્યું હતું કે “તેને પાંચથી છ ઓલ્ડ એજ હોમમાં ફોન કર્યો છે, પરંતુ ક્યાંયથી પણ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો. ઘણા લોકોએ તો મોઢા ઉપર જ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ગુરુદ્વારા માટે પણ એપ્રોચ કર્યો. આખરે અમારે એવા ઘરની તપાસ કરવી પડશે જ્યાં વેન્ટિલેશન સુવિધા ઉપલબ્ધ હોય.”
સવિતા બજાજે 50 જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમને ઘણી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. સવિતા બજાજ નેશન સ્કૂલ ઓફ ડ્રામાની વિધાર્થીની પણ રહી ચુકી છે. મીડિયા જણકારી પ્રમાણે સવિતા બજાજનું હોમ ટાઉન દિલ્હી છે પરંતુ તે છેલ્લા ઘણા સમયથી મુંબઈના મલાડ ઇસ્ટમાં આવેલી એક ચોલમાં ભાડાની રૂમમાં રહે છે. 79 વર્ષની ઉંમરમાં પણ તે એકલી જ છે અને પરિવારનું કોઈ વ્યક્તિ તેમની સાથે નથી.