ખબર

SBI થી લઈને Axis, Kotak, ICICI બેન્ક સુધી ઘણી બેન્કોએ કર્યો બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો

ભારતીય રિઝર્વ બેન્કએ રેપોરેટમાં 40 ટકા ઘટાડો બેન્કોએ ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ હવે બેંકો માટે રેપો રેટ વધારીને 4% અને રિવર્સ રેપો રેટ 3.35% કરી દીધા છે. આને કારણે હવે બેંકોએ હોમ લોન અને ઓટો લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે. હવે બેંકોએ થાપણો પર વ્યાજ ઘટાડવાનું શરૂ કરી દીધું છે.

Image Source

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કર્યો ઘટાડો:

Image Source

ભારતીય સ્ટેટ બેંકે બચત ખાતાના વ્યાજ દરમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે તમને સ્ટેટ બેંક ઇન્ડિયાના બચત ખાતાઓમાં પર વાર્ષિક 2.70 ટકાના દરે વ્યાજ મળશે. એપ્રિલની શરૂઆતમાં બેંકે બચત ખાતા પરનું વ્યાજ 25 બેસિસ પોઇન્ટ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. આ કપાત સાથે વ્યાજ દર 2.75% કરવામાં આવ્યો છે. વ્યાજ દરમાં આ ઘટાડો 31 મે, 2020 થી અમલમાં આવ્યો છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક

Image Source

 ખાનગી ક્ષેત્રના દિગ્ગ્જ બેન્ક આઈસીઆઈસીઆઈએ બચત ખાતાના વ્યાજમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંકો દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય 4 જૂનથી અમલમાં આવશે. 50 લાખ રૂપિયા સુધીની થાપણો પર બેંકે હવે વ્યાજ દર ઘટાડીને 3% કરવાનો નિર્ણય કર્યો છે. જે અગાઉ 3.25% હતો. આ સિવાય બચત ખાતામાં રૂ. 50 લાખથી વધુ ધરાવતા લોકોને.3.5% વાર્ષિક વ્યાજ મળશે, જે અત્યાર સુધીમાં 3.75% હતો.

એક્સિસ બેન્ક

Image Source


આ ખાનગી ક્ષેત્રની બેંકે બચત ખાતાના વ્યાજમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બેંકે હવે 50 લાખ રૂપિયા સુધીની થાપણો પર 3.5% વ્યાજ આપવાનું નક્કી કર્યું છે.

કોટક મહિન્દ્રા બેન્ક

Image Source


બેંકે હવે 1 લાખ રૂપિયા સુધીની થાપણો પર વ્યાજ દર ઘટાડીને 3.5% કર્યો છે. આ સિવાય 1 લાખ રૂપિયાથી વધુની રકમ પર 4 ટકા વ્યાજ મળશે. 25 મેના રોજ બેંકે લીધેલ નિર્ણય નાના ખાતા ધારકોને પણ લાગુ પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.