આ પશુપ્રેમીને સલામ છે, મોર પડી ગયો કુવામાં તો તેનો જીવ બચાવવા આ વ્યક્તિએ પોતાના જીવની પણ ચિંતા ના કરી અને.. જુઓ વીડિયો

આપણા દેશની અંદર ઘણા લોકો પશુ પક્ષીઓને ખુબ જ પ્રેમ કરતા હોય છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે, પ્રાણીઓ અને પક્ષીઓના જીવ બચાવવા માટે ઘણા લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ મોરનો જીવ બચાવવા પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ વ્યક્તિ મોરનો જીવ બચાવવા તે 60 ફૂટ ઊંડા કૂવામાં ગયો. તેમની બહાદુરી આપણા માટે એક ઉદાહરણ છે. જો જોવામાં આવે તો આજના સમયમાં આવા વ્યક્તિની ખૂબ જ જરૂર છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કેવી રીતે કૂવામાં જઈ રહ્યો છે. મોર ભુલથી કૂવામાં પડી ગયો છે. આ વ્યક્તિ દોરડાની મદદથી નીચે આવે છે અને મોરને સુરક્ષિત બહાર કાઢે છે. આ વીડિયો યુપી પોલીસે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે એક માહિતી પણ શેર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મળતી માહિતી મુજબ ફાયર ફાઈટર રમેશ ચંદ્રાએ કુવામાં પડેલા મોરને બહાદુરીથી બચાવી લીધો હતો. આ ઉમદા કાર્યમાં ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓએ મદદ કરી હતી. વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત સેંકડો લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું “ખરેખર શાનદાર કામ.” અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું “આ હૃદય સ્પર્શી વીડિયો છે.”

Niraj Patel