વાહ.. આને કહેવાય ખરી માનવતા, ઘાટીમાં એવી જગ્યાએ ફસાઈ ગયું હતું વાછરડું કે યુવાનોએ પોતાની જીવ લગાવીને કાઢ્યું બહાર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે, જેને જોઈને લાગે છે કે દુનિયામાં હજુ પણ દયા અને માનવતા બાકી છે. મોટાભાગે આ ભાગદોડ ભરેલી જીંદગીમાં માણસો પાસે એકબીજાને મદદ કરવા કે પોતાના દુ:ખ વહેંચવાનો સમય નથી, આવી સ્થિતિમાં તેઓ કોઈ પ્રાણી માટે સમય કેવી રીતે કાઢી શકશે ?

પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક યુવાનો એક વાછરડાને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે. લોકો આ યુવાનોના જોરદાર વખાણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયો મહારાષ્ટ્રના પનવેલનો જણાવવામાં આવી રહ્યો છે જ્યાં કેટલાક સ્થાનિક યુવાનો ખૂબ જ ખતરનાક જગ્યાએથી વાછરડાને બચાવતા જોવા મળે છે. અહેવાલો અનુસાર અહીં એક વાછરડું લગભગ 3-4 દિવસથી ખીણમાં ફસાયેલું હતું. તે ત્યાંથી બહાર આવી શક્યું નહોતું. જ્યારે ત્યાંના યુવાનોને વાછરડું ખીણમાં ફસાયું હોવાની જાણ થઈ ત્યારે તેઓએ વાછરડાને ત્યાંથી બહાર કાઢવાનું વિચાર્યું.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવાનોનું એક જૂથ દોરડાની મદદથી ખીણમાં ફસાયેલા વાછરડાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યાં આ લોકો ઉભા છે તે એકદમ ઢોળાવવાળી જગ્યા છે અને જ્યાં વાછરડું ફસાયું છે, તેની નીચે ઊંડી ખીણ છે. આ જગ્યા જોવામાં ખૂબ જ જોખમી લાગે છે. જો કોઈ અહીં ભૂલથી લપસી જાય તો તે સીધો ખાઈમાં પડી જશે. તેમ છતાં આવા જોખમી સ્થળે ઉભા રહીને આ યુવાનો પોતાનો જીવ દાવ પર લગાવીને વાછરડાને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે એક છોકરો આગળ ઉભો છે. તે સૌથી ખતરનાક ઢોળાવ પર છે. આ ઢોળાવને જોઈને જ તમારું હૃદય હચમચી જશે. ત્યાં ઉભેલા છોકરાએ તેની કમરે દોરડું બાંધ્યું છે. તે જ સમયે, વાછરડાના પગમાં બીજું દોરડું બાંધ્યા પછી, બાકીના લોકો લાઇનની પાછળ ઉભા રહીને તેને ખેંચી રહ્યા છે. ઘણા પ્રયત્નો કર્યા પછી, આ યુવાન વાછરડાને ત્યાંથી બહાર કાઢવામાં સફળ થાય છે.

Niraj Patel