સાવધાન ઇન્ડિયાની બે અભિનેત્રીઓની ચોરીના ગુન્હામાં થઇ ધરપકડ, ચોરી કરવાનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

સાવધાન ઇન્ડિયાની બે-બે અભિનેત્રીઓ ગંદુ કામ કરતા ઝડપાઇ, ખુબ શરમજનક કિસ્સો…

દેશભરમા કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનની અંદર ઘણા વેપાર ધંધા બંધ થઇ ગયા અને ઘણા લોકો બેકારીનો ભોગ બન્યા. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીનું કામ પણ થંભી ગયું જેમાં ઘણા કલાકારોની હાલત પણ કફોળી બની ગઈ. ત્યારે આવા કલાકારો જીવન નિર્વાહ કરવા માટે અભિનય છોડીને બીજા કામ પણ કરવા લાગ્યા.

ત્યારે ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવા પ્રખ્યાત શોમાં કામ કરવા વાળી બે અભિનેત્રીઓની હાલમાં મુંબઈ પોલીસ દ્વારા ચોરીના ગુન્હા હેઠળ ધરપકડ કરી છે. આ બંને અભિનેત્રીઓ લોકડાઉનના કારણે બંધ થયેલા શૂટિંગના લીધે પૈસાની તંગની સામનો કરી રહી હતી. જેના કારણે તમેને આ ચોરી કરવાની નોબત આવી હતી.

આ બંને અભિનેત્રીઓનો એક મિત્ર આરે કોલોનીમાં પેઈંગ ગેસ્ટ ચલાવે છે. બંને થોડા દિવસ પહેલા જ અહીંયા રહેવા માટે આવી હતી. આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં સ્થિતિ એક પૉશ બોલ્ડીંગમાં રહેવા વાળા વ્યક્તિના ઘરમાં 18 મેના રોજ આ બંને પેઈંગ ગેસ્ટ બનીને ગઈ હતી. તે દરમિયાન જ આ બંને તેના ઘરમાં પહેલાથી હાજર પેઈંગ ગેસના લોકરમાં રાખેલા 3 લાખ 28 હજાર લઈને રફુ ચક્કર થઇ ગઈ.

પેઈંગ ગેસ્ટ દ્વારા આરે પોલીસને ટીવી 25 વર્ષીય અભિનેત્રી સુરભી સુરેન્દ્ર લાલ શ્રેવાસ્તવ અને 19 વર્ષીય મોસીના મુખ્તાર શેખને પૈસાની પોટલી ચોરી કરવાની શંકા વ્યક્ત કરી. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી ત્યારે બંને અભિનેત્રીઓ બહાર જતા દેખાઈ.

જયારે પોલીસે બંનેને સીસીટીવી ફૂટેજમાં બતાવ્યું જેમાં તે પોટલી લઈને સ્પષ્ટ જતા દેખાઈ રહી હતી ત્યારે તે તૂટી ગઈ અને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો. આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી નુતન પવારે જણાવ્યું કે બંને ટીવીના ચર્ચિત શો ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા ઉપરાંત ઘણી વેબ સીરીઝોમાં પણ કામ કરી ચુકી છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરવામાં આવેલા 50 હજાર રૂપિયા મેળવી લીધા છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે બંનેને 23 જૂન સુધી પોલીસ હિરાસતમાં મોકલી આપી છે.

Niraj Patel