Diwali Festival & Celebration Diwali Special Recipy આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

સોનું-ચાંદીની ખરીદીને સાઈડમાં મુકો, લેખમાં જણાવ્યા પ્રમાણે સાવરણી ખરીદો, થઇ જશો રાતોરાત માલામાલ

મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસએ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો તહેવાર માને છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ એ કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પણ અમ્રુત કળશ સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસને ધનવંતરી જયંતિ પણ મનાવવામાં આવે છે. આ વર્ષ 13 નવેમ્બરના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

આ વખતે એવું કહેવાય છે કે, આ દિવસે રાજા હિમની પત્નીએ તેના સંતાનની રક્ષા માટે યમરાજને પ્રાર્થના કરી હતી. માટે આ દિવસે સાંજે યમરાજાને પણ દીવા કરવામાં આવે છે. જેના કારણે યમરાજાના પ્રકોપથી પૂરા પરિવારને બચાવી શકાય છે.

Image Source

એક માન્યતા અનુસાર, આ દિવસે એટ્લે કે ધનતેરસના દિવસે બજારમાંથી અમુક વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવામાં આવે છે. જેના કારણે ઘરમાં તેજી આવે છે. અને ક્યારેય ધનની કમી રહેતી નથી. આ વસ્તુઓ લાવવાથી ઘર પરિવારમાં સુખ સંપતી આવે છે. ધનતેરસના દિવસે આ વસ્તુની ખરીદી કરવાથી ફાયદો થાય છે.

શંખની કરો ખરીદી :

તમે ધનતેરસના દિવસે ઘરમા શંખની ખરીદી કરો અથવા લઈ આવો. અને દિવાળીની પૂજા દરમિયાન તેને વગાડો. આમ કરવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશેને માતા લક્ષ્મીનું આગમન થશે. શંખને સમૃદ્ધિ અને શાંતિ પ્રતીક માનવામાં આવે છે .

તમે બધા જાણતા જ હશો કે માતા લક્ષ્મીને સાવરણીનું પ્રતીક ગણવામાં આવે છે જો તમે ધનતેરસ દિવસ નવી સાવરણી ઘરમાં લઈ આવશો અને દિવાળીના દિવસે સાવરણીની પૂજા કરશો તો એવું માનવામાં આવે છે આ પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જતી રહે છે. અને સાફ સફાઈ વાળા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

ઝાડુ ખરીદવાનું મહત્વ:

ધનતેરસના દિવસે ઝાડુ પકડવાની જગ્યાએ સફેસ રંગનો દોરો બાંધી દેવાથી લક્ષ્મીજી ઘરમાં સ્થિર રહે છે. ધનતેરસના દિવસે ત્રણ ઝાડુ ખરીદવાથી શુભ માનવામાં આવે છે. ધનતેરસના દીવસે ખરીદેલું ઝાડું દિવાળીના દિવસે સૂર્યોદય પહેલા મંદિરમાં દાન કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.

ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવા માટે પણ કેટલાક નિયમનું પાલન કરવું જોઇએ. જો નિયમનું પાલન કરવામાં ના આવે તો લક્ષ્મીજી નારાજ થઇ શકે છે. આ દિવસે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ઝાડુ પર પગ નહીં મારવાનો. પગ મારવાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.

ઝાડુ ખરીદતા સમયે ખાસ ધ્યાન રાખવાની કે મંગળવારે,શનિવારે અને રવિવારે ક્યારે પણ ના ખરીદવું. આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં ઝઘડા થાય છે. ઝાડું ખરીદતા સમયે ખાસ ધ્યાન રાખવાનું કે, કયારે પણ જોડીમાં ઝાડુ નહીં ખરીદવાનું જેમ કે,2 કે 4.

ધનતેરસના દિવસ ધનના દેવતા ભગવાન કુબેરની પૂજાનું છે ઘણું મહત્વ

ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજાનું ખાસ મહત્વ છે જો તમે અને જો કોઈ આ દિવસે તેમની મુર્તિ ઘરમાં લાવશે અને તેની પૂજા કરશે તો તમને ખૂબ જ લાભ મળશે. તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહી દેખાય ને ધનને લગતી બધી જ સમસ્યાઓ થશે દૂર. પૂજા કર્યા પછી આ મુર્તિને તમે તમારી તિજોરીમાં સ્થાપિત કરો.

સોનું ચાંદી અને મેટલની વસ્તુઓ

તમે ધનતેરસના દિવસ પર જો સોનું, ચાંદી, અથવા મેટલ વસ્તુ કોઈ વસ્તુની ખરીદી કરશો તો તમારી નસીબમાં વૃદ્ધિ થશે. અને એટ્લે જ આ દિવસે ચાંદી અને સોનું અને મેટલના દાગીના ખરીદવા શુભ ગણાય છે. જો આ દિવસે તમે આ વસ્તુઓ ખરીદો છો, તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે.

માતા લક્ષ્મી અને ગણેશજીની મુર્તિ :

તમે ભગવાન શ્રી ગણેશ અને મહાલક્ષ્મી જી મુર્તિને તમારા ઘરે ધનતેરસના દિવસે ખરીદી કરીને લઈ આવો. તમારા ઘરમાં તેના આગમનથી જ ધન આવવાનું શરૂ થશે. એટલા માટે તમે આ દિવસે મુર્તિ ખરીદવાનું ક્યારેય ન ભૂલતા. જો તમે આ દિવસે આ વસ્તુની ખરીદી કરશો તો કાયમ માટે મા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે. અને ઘરમાં પૈસાની તંગી ક્યારેય રહેતી નથી.