જીવનશૈલી

સવારે ઉઠીને ક્યારેય પણ ન કરો આ 4 કામ, નહીંતર આખો દિવસ રહે છે દુર્ભાગ્યનો વાસ…

આચાર્ય ચાણક્યનું નામ શાસ્ત્રોમાં ખુબ જ સમ્માનની સાથે લેવામાં આવે છે અને ચાણક્યનીતિ વચન દુનિયામાં પ્રસિદ્ધ છે. ચાણક્ય પાટલીપુત્રના વિદ્વાન હતા જેમણે મનુષ્યના એક જીવનને લઈને ઘણી એવી વાતો પોતાના નીતિ વચનોમાં લખી છે જેને અમલમાં લાવીને જીવન ખુબ જ બહેતર બનાવી શકાય છે.

આજે અમે તમને જણાવીશું કે ચાણક્ય નીતિના અનુસાર સવારે ઉઠીને કઈ ચીજોને જોવી ન જોઈએ. ઘણી વાર એવું થાય છે કે સવાર સવારમાં કોઈ ખોટી ચીજ જોઈ લઈએ તો આખો દિવસ ગડબડ બની જાતો હોય છે તો સવારે ઉઠીને આ ચીજોને જોવાથી બચવું જોઈએ.

ચાણક્ય નીતિ અનુસાર આવી રીતે કરો દિવસની શરૂઆત:

Image Source

1. અરીસો જોવો:

મોટાભાગે જોવામાં આવ્યું છે કે સવારે જયારે લોકો ઉઠે છે તો સૌથી પહેલા અરીસામાં પોતાના ચહેરાને જોવે છે. આવું કરવું તેઓની એક સામાન્ય આદત બની ગઈ હોય છે. અને શાસ્ત્રો અનુસાર અરીસો જોવો દુર્ભાગ્યનું કારક છે. જે વ્યક્તિ આવું કરે છે તેની સાથે પુરા દિવસ નકારાત્મક ચીજો થવા લાગે છે. તેનો પૂરો દિવસ ખરાબ જાય છે માટે સવારે તેને અશુભ માનવામાં આવે છે.

2. લડાઈ:

સવાર સવારમાં જો કોઈ સાથે લડાઈ ઝગડો થઇ જાય છે તો તે એકદમ અશુભ માનવામાં આવે છે પણ જો સવારે ઉઠતા જ તમને કોઈ કૂતરાની લડાઈ જોવા મળે તો તે પણ ખુબ જ અશુભ માનવામાં આવે છે. આવું જોવા પર અનુમાન લગાવી લો કે તમારો દિવસ સંકટમય હોઈ શકે છે. માટે સવારે જો આવી દુર્ઘટના જોવા મળે તો તેનાથી દૂર થઇ જાઓ.

Image Source

3. કોઈનો ચહેરો:

સવારે ઉઠીને જેવી રીતે પોતાનો ચહેરો અરીસામાં જોવાથી બચવું જોઈએ તેવી જ રીતે કોઈ અન્યનો ચહેરો જોવા પર પણ બચવું જોઈએ. પુરા દિવસ એ વિચારવાની જગ્યાએ કોનો ચહેરો જોઈને ઉઠ્યા હતા, તેના કરતા દિવસની શરૂઆત ઇષ્ટદેવનું ધ્યાન કરીને કરવું જોઈએ. ભગવાનનું નામ અને સ્મરણ એક સાથે ઉઠશે તો સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તમારો દિવસ પણ સારો વીતશે.

4. પશુ કે ગામનું નામ:

સવારનો નાસ્તો તમને પુરા દિવસ ઉત્સાહી રાખે છે, શરીરમાં સ્ફ્રુતિ બની રહે છે. સવાર સવારમાં નાસ્તાના સમયે કે નાસ્તાના પહેલા કોઈ પશુ કે ગામનું નામ ન લો. માટે આવું કરવાથી બચો અને શાસ્ત્રોના અનુસાર સવારે ઉઠીને પોતાની હથેળીઓને જોડીને જોવું શુભ માનવામાં આવે છે.

સવારે ઉઠતા જ દરેક મહિલાએ કરી લેવા જોઈએ આ 6 કામ, ચમકી જશે તમારી કિસ્મત…

દરેક રોજ સવારની સાથે એક નવા દિવસની શરૂઆત થતી હોય છે. સવારે ઉઠતા જ વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેનો દિવસ સારી રીતે વીતે. ઉઠવાની સાથે જ લોકો પોતપોતાના કામોમાં લાગી જાતા હોય છે. દરેકનું પોતાનું ટાઈમ ટેબલ હોય છે અને તેના જ અનુસાર તેઓ પોતાના દિવસના દરેક કામો કરતા હોય છે. પણ શું તમે ક્યારેય તેના વિશે વિચાર કર્યો છે કે તમે સવારે ઉઠીને જે પણ કામ કરો છો તે સારું છે કે ખરાબ?

Image Source

જરૂરી નથી કે ઉઠીને જે કામ કરીયે છીએ તે હંમેશા યોગ્ય જ હોય. ઉઠતાવેંત જ આપણે અમુક એવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે તેની આપણને જાણ પણ નથી હોતી. આ ભૂલોને લીધે તમને પછતાવાનો વારો પણ આવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે ઉઠતા વેંત જ કઈ ચીજોને કરવી જોઈએ જેની અસર તમારા આવનારા ભવિષ્ય પર પડશે અને તેનાથી તમારું નસીબ પણ ચમકાઈ શકે છે.

1. ઉઠીને તરત જ પાણી પીવું:

પાણી પીવું દરેક માટે ખુબ જ જરૂરી છે. વ્યક્તિએ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી દિવસમાં પીવું જોઈએ. અમુક લોકોની આદત હોય છે કે સવારે ઉઠતા જ સૌથી પહેલા ચા પીવે છે. પણ આ એકદમ ખોટી ટેવ છે. સવારે ખાલી પેટ ચા પીવાથી તમે ઘણી બીમારીઓને આમંત્રણ આપો છો, માટે દરેક કોઈએ સવારે ઉઠીને પાણી પીવાની આદત પાડવી જોઈએ.

Image Source

2. સ્નાન કરો:

જો કે સવારે ઉઠીને સ્નાન કરવું દરેક કોઈ માટે લાભદાયક છે જે પણ તે મહિલાઓ માટે વધારે જરૂરી છે. આપણા દેશમાં પહેલાની જૂની પરમ્પરા ચાલતી આવી રહી છે કે મહિલાઓએ સવારે ઉઠીને પોતાની દૈનિક ક્રિયા શરૂ કરતા પહેલા સ્નાન કરવું જોઈએ અને તેના પછી જ પૂજાઘર અને રસોડામાં પ્રવેશવું જોઈએ. જો કે તેના ઘણા ફાયદાઓ પણ છે, જેમ કે સવારે ઉઠીને તરત જ સ્નાન કરવાથી તમારું બ્લડસર્ક્યુલેશન યોગ્ય બને છે અને તમને નવી ઉર્જા મળે છે.

3. મહિલાઓ કરે યોગ:

આજના વ્યસ્ત સમયમાં લોકોને પોતાના માટે કામ કાઢવો મુશ્કિલ થતો જઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓને ઘરના કામોમાંથી સમય નથી મળતો અને જેને લીધે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. એવામાં સવારે ઉઠીને ઓછામાં ઓછા 10 મિનિટ યોગા જરૂર કરવા જોઈએ. જો કે સવારે ઉઠીને યોગ કરવા માત્ર મહિલાઓ માટે જ નહિ પણ પુરુષ, બાળકો, કે વૃદ્ધ લોકો માટે પણ તે ખુબ જ લાભદાયક છે.

Image Source

4. પતિની સાથે કરો રોમાંસ:

વિવાહિત મહિલાઓએ પોતાના દિવસની શરૂઆતમાં પતિની સાથે થોડો રોમાન્સ કરવો પણ જરૂરી છે. થોડો રોમાન્સ કરી લેવાથી મન ખુશ થઇ જાય છે અને દિવસ પણ સારી રીતે વીતે છે.

5. તુલસીની પૂજા કરો:

તુલસીનો છોડ લગભગ દરેક હિન્દૂ લોકોના ઘરોમાં હોય જ છે. શાસ્ત્રોના અનુસાર મહિલાઓએ રવિવાર છોડીને દરેક દિવસ તુલસીની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી તેઓના ઘરમાં ધન અને અન્નની ક્યારેય પણ કમી નહીં આવે.

Image Source

6. તમારા પ્રિય ગીતો સાંભળો:

સંગીત કોઈના પણ મૂડને સારું બનાવી શકે છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારો દિવસ સારી રીતે વીતે તો સવારે ઉઠીને તમારા મનપસંદ ગીતો સાંભળો. સંગીતથી મન શાંત રહે છે અને ડિપ્રેશન પણ દૂર થઇ જાય છે. મહિલાઓ પોતાનું કામ કરવાના સમયે સંગીતનો લાભ ઉઠાવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks