જ્યોતિષ શાસ્ત્ર

સવારે ઉઠતા જ ક્યારેય ન જોવી જોઈએ આ 4 વસ્તુઓ, બની શકે છે તમારી બરબાદીનું કારણ, જાણો

શાસ્ત્રોમાં ઘણી એવી બાબતોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જે વ્યક્તિના ભાવિ ભિવષ્ય કે વર્તમાન પર અસર કરી શકે છે. રોજિંદા જીવનમાં આપણે જાણતા-અજાણતા ઘણી એવી ભૂલો કરી બેસીયે છીએ જેનું પરિણામ આપણે જ ભોગવવાનું રહે છે.

Image Source

દરેક વ્યક્તિના જીવનમાં એક અંધાકર પછી ઉજળી સોનેરી સવારનું આગમન થાય જ છે પણ તેના માટે પરિશ્રમ પણ કરવો જરૂરી છે.ઘણીવાર એવું બનતું હોય છે કે સવારે ઉઠવાની સાથે જ બધું જ ઉલ્ટું થાતું હોય છે જેને લીધે આખો દિવસ ખરાબ રીતે પસાર થાય છે. આવી પરિસ્થિતિમાં એક જ વિચાર આવે છે કે આખરે સવારે ઉઠીને સૌથી પહેલા શું જોયું હતું કે દિવસ આવો ખરાવ નીકળ્યો?

દરેક વ્યક્તિ રાતે સૂતી વખતે એ જ વિચારે છે કે કાલની સવાર કે દિવસ આજના કરતા પણ સારી રીતે પસાર થાય પણ એવું બની શકતું નથી. કંઈપણ પરિસ્થિતિ કે સમસ્યા ન બનવા છતાં પણ અમુક વાર સવારથી જ ચિડિયું અને ગુસ્સેલ સ્વભાવનું બની જાતું હોય છે.જેનું કારણ તમારી રોજની અમુક ટેવ છે જે તમારી અંદર નકારાત્મકતા પ્રવેશે છે.

Image Source

શાસ્ત્રોમાં ઘણી એવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે કે સવારે ઉઠતાની સાથે જ અમુક વસ્તુઓને ક્યારેય જોવી ન જોઈએ. તેવું કરવાથી તમારો દિવસ તો ખરાબ થાય જ છે સાથે જ તે તમારા માટે અશુભ પણ સાબિત થઇ શકે છે. આવો તો તમને જણાવીયે કે સવારે ઉઠતા જ કઈ વસ્તુઓને ક્યારેય પણ જોવી ન જોઈએ.

1. સવારે ઉઠતા જ સફેદ ગાયને જોવી પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.

2. જો કે ઘરનું રસોડું પણ મંદિરની જેમ જ પવિત્ર માનવામાં આવે છે. પણ આજ રસોડાની અમુક વસ્તુઓ તમને અનેક સમસ્યામાં મુકી શકે છે. જેમ કે જો સવારે ઉઠવાની સાથે જ તમને તેલ લાગેલા વાસણો જોવા મળી જાય તો તેનાથી તમારો આખો દિવસ ખરાબ રીતે પસાર થઇ શકે છે. માટે બને ત્યાં સુધી તમારા શયનખંડમાં આવા વાસણોને ક્યારેય પણ ન રાખવા જોઈએ, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતા વાર નથી લાગતી.

Image Source

3. સવારે ઉઠતા વેંત જ વાંદરાને જોઈ લેવો તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે. આવું થવાથી આખો દિવસ વાદ-વિવાદ અને ઝગડા સાથે પસાર થાય છે.માટે સવારે ઉઠીને આ બધી વસ્તુઓ ન જોવા ન મળે તેના માટે ઉઠીને તરત જ ભગવાનને યાદ કરવા તમારા માટે ફળદાઇ બનાવે છે અને દિવસ પણ સારી રીતે પસાર થાય છે.

4. આજના મોર્ડન જમાનામાં મોટાભાગના લોકોના ઘરોમાં કૂતરો જોવા મળી જ જાય છે. આજે જાણે કે ઘરમાં કૂતરો પાળવો લોકોનો એક શોખ બની ગયો છે.પણ તમને જણાવી દઈએ કે શાસ્ત્રોની અંદર ઘરમાં કૂતરાને રાખવો અશુભ માનવામાં આવે છે જે તમારી બરબાદીનું કારણ બની શકે છે.એવામાં જો સવારે ઉઠવાની સાથે જ તમને ભસતો કૂતરો જોવા મળી જાય તો તમારા જીવનમાં અનેક બીમારીઓ આવી શકે છે અને આ સિવાય તમારી ઉંમર પણ ઓછી થઇ શકે છે.માટે બને ત્યાં સુધી આ બધી વસ્તુઓથી બચીને રહેવું જોઈએ.

5. વાસી મોઢે ખાવું-પીવું:
અમુક લોકોની આદત હોય છે કે તેઓ સવારે ઉઠવાની સાથે જ બ્રશ કર્યા વગર જ ચા નાસ્તો કરી લે છે. પણ આવું કરવું માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી પણ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પણ પ્રભાવ વધે છે માટે આવું કરવાથી બચવું જોઈએ.

Image Source

6. સવારે ઉઠીને ગમે તેનો ચેહરો ન જોવો જોઈએ. દિવસની સારી શરૂઆત માટે આંખ ખુલતા જ તમારા ઇષ્ટ દેવનું ધ્યાન કરવું જોઈએ આવું કરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

7. લડાઈ-ઝગડો કરવો:
અમુક લોકો સવારે ઉઠીને તરત જ કીચ-કીચ ચાલુ કરી દેતા હોય છે. સવારનો સમય ભગવાનની ભક્તિનો હોય છે એવામાં લડાઈ ઝગડો કરવાથી નકારાત્મકતા ઉદ્દભવે છે, જેનાથી ભગવાન પણ નારાજ થઈ જાય છે.

Image Source

8. સ્નાન કર્યા વગર ખાવું-પીવું:
ઘણા લોકો સવારે ઉઠીને ન્હાયા વગર જ નાસ્તો કરી લેતા હોય છે. ખાસ કરીને બાળકોના ટિફિન બનાવવા માટે મહિલાઓ સ્નાન કર્યા વગર જ રસોઈ બનાવવા લાગે છે. આવું કરવું નકારાત્મક્તાનું આગમન કરે છે. આ સિવાય ઘરમાં અન્નની પણ ખામી આવવા લાગે છે.

9. નશો કરવો:
અમુક લોકો સવારે ઉઠતા જ સિગરેટ કે દારૂનું સેવન કરવા લાગે છે. પણ જણાવી દઈએ કે સવારે ઉઠીને કોઈપણ જાતનો નશો કરવો અશુભ માનવામાં આવે છે.

Image Source

10. સંબંધ બનાવવો:
અમુક લોકો સવારે શારીરિક સંબંધ બનાવવાનું પસંદ કરતા હોય છે. પણ આ સમયે તમારા મનમાં અશ્લીલ વિચારોને બદલે ભક્તિભાવ હોવો જોઈએ. આ સિવાય સવારે અશ્લીલ ફિલ્મો જોવી પણ અશુભ માનવામાં આવે છે.

11. જ્યોતિષશાસ્ત્રના અનુસાર સવારે ઉઠતા મંદિરની ઘંટીઓના અવાજ કે શંખના અવાજ સાંભળવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેના સિવાય નારિયેળ, શંખ, મોર, ફૂલ વગેરે જોવું પણ શુભ માનવામાં આવે છે.

Image Source

12. સવારે કામ માટે નીકળવાના સમયે જો કોઈ સફાઈકર્મી રસ્તામાં જોવા મળી જાય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

Image Source

13.
મોટાભાગના લોકો સવારે ઉઠવાની સાથે જ પોતાનો ચેહરો અરીસામાં જોતા હોય છે જે તમારી પનૌતીનું કારણ બની શકે છે. શાસ્ત્રોના અનુસાર સવારે ઉઠવાની સાથે જ પોતાનો ચેહરો કે હથેળીને જોવી અશુભ માનવામાં આવે છે.માટે બને ત્યાં સુધી સવારે ક્યારેય પણ પોતાનો ચહેરો અરીસામાં જોવો ન જોઈએ.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.