હેલ્થ

સવારે ખાલી પેટ ખાઓ માત્ર 5 બદામ, થશે આ 12 ફાયદાઓ…

બદામ ખાવામાં મીઠું અને તીખું એમ બંને પ્રકારની હોય છે. તમને જણાવી દઈએ કે મીઠી બદામ ખાવામાં અને તીખી બદામ તેલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. બદામની અંદર રહેલા ગુણોથી તમે બધા પરીચીત જ છો. બદામ આપણાં આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. બદામમાં વધુ માત્રામાં ન્યુટ્રીશન અને મિનરલ્સ હોય છે જેવા કે પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસીડ, ઓમેગા 6 ફેટી એસીડ, વિટામીન E, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર હોય છે.

મીઠી બદામને એમ જ ખાઈ શકાય છે કે પછી તેને કોઈ મીઠા કે સ્વાદિષ્ટ વ્યંજન સાથે પણ મિક્ષ કરવામાં આવે છે. બદામ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ જ ફાયદેમંદ છે. આ ઉપરાંત બદામની અંદર કોપર અને ફોસ્ફરસ પણ રહેલું છે. બદામમાં ભરપૂર માત્રમાં ફેટી એસીડ અને ઓમેગા 3નો જથ્થો રહેલો છે. જેના કારણે રોજ નિયમિત રીતે બદામ ખાવામાં આવે તો આપણાં શરીરમાં ઘણા બધા પ્રકારના ફાયદા થઈ શકે છે. ચાલો તો જાણીએ બદામનાં ફાયદાકારક ગુણ –

પાચન શક્તિ વધારે છે –

જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે તો તે આસાનીથી પચી જાય છે અને પાચન શક્તિની સંપૂર્ણ ક્રિયાને યોગ્ય રીતે ચલાવે છે અને પેટને સ્વસ્થ રાખે છે.

Image Source

પ્રેગનેન્સી માટે ફાયદેમંદ –

ગર્ભવતી મહિલાઓએ પલાળેલી બદામનું સેવન ચોક્કસ કરવું જોઈએ કેમ કે તેનાથી તેને અને તેના આવનારા બાળકને પૂરતું ન્યુટ્રીશન મળે છે અને બંને સ્વસ્થ રહે છે.

મગજ સ્વસ્થ રહે છે –

ડોકટર્સનું માનવું છે કે રોજ સવારે 4 થી 6 બદામનું સેવન કરવાથી તમારી યાદશક્તિ તેજ થાય છે અને તમારું સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ પણ ઠીક રીતે કામ કરે છે જેનાથી મગજ સ્વસ્થ રહે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે –

બદામમાં હાજર મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસીડ અને વિટામીન Eને લીધે તે શરીરમાં હાજર કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અનેલોહીમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રાને વધારે છે.

કમરના દુખાવામાં રાહત –

એક અઠવાડિયું નિયમિત રીતે બદામનું સેવન કરશો તો તમને જો શારીરિક નબળાઈના કારણે કમરમાં દુખાવો થતો હશે તો એમાં તમને જરૂર રાહત મળશે.

હાર્ટ એટેક માટે ફાયદેમંદ –

પલાળેલી બદામમાં હાજર પ્રોટીન, પોટેશીયમ અને મેગ્નેશીયમ હૃદયને સ્વસ્થ રાખે છે. સાથે જ તેમાં વધુ માત્રામાં એન્ટી-ઓકસીડેંટ ગુણ હોવાને લીધે તે હૃદયની ખતરનાક બીમારીઓથી પણ બચાવે છે.

બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે –

પલાળેલી બદામમાં વધુ પોટેશીયમ અને ઓછી માત્રામાં સોડીયમ હોવાને લીધે તે બ્લડપ્રેશરની સાથે સાથે હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓને પણ નિયંત્રિત કરે છે. તેમાં મોજુદ મેગ્નેશિયમને લીધે લોહીનો પ્રવાહ પણ નિયંત્રણમાં રહે છે.અને રોજ બદામ ખાવાથી હાઇ કે લો બ્લડ પ્રેશર હશે તો કાબુમાં જ રહે છે.

વજન ઓછુ કરે છે –

જો તમે વધેલા વજનને લઈને પરેશાન છો અને તમે તમારું વજન ઓછુ કરવા માંગો છો તો તમે તમારી ડાએટમાં બદામને સામેલ કરો. આવું કરવાથી તમને વધુ સમય સુધી ભૂખ નહિ લાગે જેનાથી તમારું વજન પણ આસાનીથી ઓછું કરી શકાય છે. બદામમા રહેલ ફેટી એસીડ અને ઓમેગા -3 જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. અને ભૂખ ઓછી લગાડે છે. જેના કારણે વજન ઘટી જાય છે.

કબજિયાત દુર કરે છે –

બદામનું સેવન કરવાથી તમને કબજિયાતની સમસ્યા નહિ થાય કેમ કે બદામમાં અધિક માત્રામાં ફાઈબર હોય છે જેને લીધે પેટ સારી રીતે સાફ થઇ જાય છે. બદામ રહેલ લાઇપેજ એન્ઝાઇમ નામનું તત્વ પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. જે શરીરમાં પાચન શક્તિ મંદ થવાથી થતાં કબજિયાતને મટાડે છે.

Image Source

ઈમ્યુન સીસ્ટમને બનાવે છે મજબુત –

સ્ટડી અનુસાર પલાળેલી બદામમાં પ્રી-બાયોટીક ગુણ હોય છે. જે ઈમ્યુન સીસ્ટમને મજબુત બનાવવામાં મદદ કરે છે. જેથી પોતાના આહારમાં બદામને સામેલ કરવી જોઈએ.

ત્વચાની બનાવી રાખે છે યુવાન –

સ્કીનની કરચલીઓ દુર કરવા માટે કોઈ અન્ય વસ્તુ ઉપયોગમાં લેવાના બદલે તમારે પલાળેલી બદામ ખાવી જોઈએ કેમ કે તે એક નેચરલ એંટી-એજિંગ ફૂડ માનવામાં આવે છે. સવારે આ બદામ ખાવાથી ચહેરા પરની કરચલીઓ દુર થાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે.

ડાયબિટીસમાં ફાયદાકારક –

રોજ બદામ ખાવાથી શરીરમાં સુગરનું લેવલ ઘટાડેલું રાખે છે. અને સાથે સાથે શરીરમાં વહેતા ઇન્સ્યૂલિન સ્ત્રાવને પણ વધારે છે. જે ડાયબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.