સવાર-સાંજ મહિલાના આ અંગને અડવાથી મળે છે મહાપુણ્ય, જીવનમાં ક્યારેય નહીં થાવ નિષ્ફ્ળ, વાંચો આ વાત

0

“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः”

Image Source

આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે ક્યાં જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે તેવા ઘરમાં દેવતાઓનો વાસ હોય છે. એટલે જ આપણા સમજમાં સ્ત્રીઓને વિશિષ્ઠ સ્થાન આપવામ આવ્યું છે. સ્ત્રીને એક શક્તિ રૂપે પૂજવામાં આવે છે. આપનો દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે અને એટલે જ ધાર્મિકગ્રંથોમાં રહેલી વાતોને માનવામાં પણ આવે છે. પરંતુ ઘણી જગ્યાએ જોવા મળે છે કે સ્ત્રીને યોગ્ય સન્માન નથી આપવામાં આવતું. તેની દુઃખી કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સ્ત્રીને દુઃખી કરવાનું પરિણામ ખુબ જ ખરાબ આવે છે. જે ઘરમાં સ્ત્રીને સતાવવામાં આવે છે તે ઘર્મમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી.

Image Source

સ્ત્રી એક દેવીના રૂપમાં હોય ત્યારે આપણે હરહંમેશ પૂજા કરતા હોય છે. એ પછી મા દુર્ગા હોય, મા ચામુંડા, મા લક્ષ્મી કે પછી મા સરસ્વતી. દેવીનું દરેક સ્વરૂપ પૂજનીય છે કારણ કે દેવીને આપણે શક્તિ તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ દેવીની પૂજા કરવાની સાથે સાથે ક્યારેક આપણે એમ પણ ભૂલી જઈએ છીએ કે ઘરમાં રહેલી સ્ત્રી પણ એક દેવી નો જ અવતાર છે. તમે જો સ્ત્રીને ખુશ રાખશો તો સર્વ દેવીઓની કૃપા પણ તમારા ઉપર બની રહશે.

Image Source

સ્ત્રી જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા કિરદારમાં જોવા મળે છે. જેમા દીકરી, મા, બહેન, મિત્ર, પત્ની, સાસુ, દાદી જેવા બીજા ઘણા રૂપોમાં આપણે જોઈ શકીએ છે અને આ દરેક કિરદાર એક સ્ત્રી બખૂબી નિભાવતી હોય છે ક્યારેય પોતાની જવાબદારીઓમાંથી ભાગતી નથી. એટલે જ તો સ્ત્રીને સહનશીલતાની મૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પુરુષ સ્ત્રીને સન્માન આપી છે તે જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી એ સ્ત્રી પોતાની પત્ની હોય, માતા હોય, બહેન હોય, દીકરી હોય કે પછી દુનિયામાં રહેલી કોઈપણ સ્ત્રી.

Image Source

તમને કદાચ એ વાતની ખબર નહિ હોય કે સ્ત્રીના પગમાં સાચું સુખ રહેલું હોય છે. જે પણ કોઈ પુરુષ સ્ત્રીના ચરણસ્પર્શ કરી નમન કરે છે એ પુરુષના જીવનમાં દુઃખો ક્યારેય નથી આવતા. કારણ કે સ્ત્રીના પગમાં અલૌકિક શક્તિનો વાસ રહેલો હોય છે. જેના કારણે સ્ત્રીને પગી લાગીને પોતાના કામ માટે નીકળતો વ્યક્તિ સફળ થઈને આવે છે, નિરાશાઓથી દૂર રહે છે, સારા આશીર્વાદ પણ મળે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રીના ચરણસ્પર્શ માત્રથી તમામ જન્મના પુણ્ય પણ મળે છે.

Image Source

ભગવાન શંકરે પણ સ્ત્રીને સન્માન આપવા માટે અર્ધ નારેશ્વરનું રૂપ ધારણ કર્યું હતું. દેવતાઓ પણ હંમેશા સ્ત્રીઓનું પૂજન કરતા આવ્યા છે તેમજ સન્માન પણ આપતા રહ્યાં છે. સ્ત્રીને દુઃખી કરનારો માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી જેથી સ્ત્રીને હંમેશા સન્માનની નજરે જુઓ, હમેશા સ્ત્રીનો આદર કરો, તેને સન્માન આપો, તેમના ચરણસ્પર્શ કરી સારા આશીર્વાદ મેળવો અને તમારા સુતેલા નસીબને જગાવો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here