અક્ષય કુમારે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફોર્બ્સએ દુનિયાના સૌથી વધારે કમાણી કરનાર સેલિબ્રિટીનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ એટલા માટે ખાસ છે કે આ લિસ્ટમાં એક માત્ર ભારતીય કલાકાર અક્ષય કુમારનો સમાવેશ થયો છે. આ લિસ્ટમાં અક્ષયે 35મા નંબરે છે.
આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર અક્ષય કુમાર 444 કરોડની સંપત્તિનો માલિક છે. જણાવીએ કે સંગીત કલાકાર ટેલર સ્વીફ્ટે ગયા વર્ષે 18.5 કરોડ ડોલરની કમાણી કરીને રિયાલિટી ટીવીની કલાકાર કાઇલીને પાછળ છોડીને પહેલું ક્રમ મેળવ્યું હતું. લિસ્ટમાં કાઇલી બીજા ક્રમે હતી. 2016ના લિસ્ટમાં 17 કરોડની કમાણી કરી બ્લેક સ્પેસ કલાકારે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
અક્ષય કુમાર હાલમાં સૌથી વ્યસ્થ કલાકારોમાંથી એક છે. તેમને કેટલાક વર્ષથી દેશભક્તિની ફિલ્મો તરફનો રસ્તો પકડ્યો છે અને આ રસ્તો તેમને જીવનનો ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો. જણાવીએ કે અક્ષય કુમારની આવનારી ફિલ્મ “મિશન મંગલ”નું ટીઝર આવી ગયું છે. આ ફિલ્મ 15ની ઓગસ્ટે આવવાનું છે. આ ફિલ્મમાં દેશની એક એવી ઘટના પર છે જેને ઇતિહાસમાં પોતાની જગ્યા બનાવી હતી. આ ફિલ્મને ડાયરેક્ટ જગન શક્તિએ કરી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહ, કીર્તિ કુલહરિ અને નિત્યા મેનન પણ છે.
હાલમાં અક્ષયની કેટલીક ફિલ્મોનું કામ ચાલુ છે. તેમની આવનારી ફિલ્મ ‘મિશન મંગલ’ની સાથે સાથે ‘હાઉસફુલ 4’, ‘ગુડ ન્યુઝ’, ‘લક્ષ્મી બૉમ્બ’ અને ‘સૂર્યવંશી’ છે. આ વર્ષમાં તેમની ફિલ્મ કેસરી આવી હતી. ફિલ્મ કેસરીએ બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી હતી. પાછલા વર્ષે તેમની 2.O, પેડમેન, ગોલ્ડ જેવી ફિલ્મો આવી હતી. આ બધી ફિલ્મે પણ સારી કમાણી કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks