મહિલાઓ માટે આજે કોઈ પણ કામ અશક્ય નથી રહ્યું. મહિલાઓ પણ આજે પુરુષ સમોવડી બની ગઈ છે અને ખભાથી ખભો મેળવીને કામ કરે છે. આજે મહિલાઓ ડોક્ટર, એન્જીનીયર, પોલીસ ઓફિસર, પાઈલોટ શું શું નથી બની શકતી. એવી જ એક મહિલા જે ખુબ જ નાની ઉમરે I.P.S. બની છે. જેનું નામ મેરીન જોસેફ છે અને તે કેરળની રહેવાસી છે.

મેરીને નાની ઉમરે આ પદવી હાસિલ કરીને એક નવી મિસાલ કાયમ કરી છે સાથે જ બીજી યુવતીઓ માટે પણ એક પ્રેરણાદાયક સાબિત થઈ છે. દેખાવે ખુબ જ સુંદર લાગતી મેરીનના ફોટોસ સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર વાયરલ થયા છે. મેરીને આ પદવી હાસિલ કરીને ખુબ જ લોકપ્રિય બની હતી. મેરીને એર્નાકુલમ ગ્રામ જિલ્લા ચેન્ગામન્ડ સ્ટેશનમા પોતાની ટ્રેનીંગ પૂરી કરી હતી.

મેરીન કેરળની સૌથી નાની વયની I.P.S. મહિલા છે. જ્યારે તેમણે U.P.S.C.ની પરીક્ષા પાસ કરી ત્યારે તેની ઉમર માત્ર 25 વર્ષની હતી. મેરીનનું બાળપણ દિલ્લીમા વીત્યું હતું છતાં પણ તેને મલયાલમ ભાષાનું સારું એવું જ્ઞાન છે.

મેરીનનું બાળપણથી જ એક માત્ર સપનું હતું કે પોતે એક કાબિલ પોલીસ ઓફિસર બને. અને તેણે માત્ર 6ઠા ધોરણના અભ્યાસ દરમિયાન જ પોતાના સપના સાકર કરવા માટેની તયારી ચાલુ કરી દીધી હતી. સાથે જ આ ઉમરે જ સિવિલ સર્વિસ જોઈન કરી લીધી હતું. તેના થોડા સમય પછી જ તેમણે એક્ઝામની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે રેગ્યલુર અભ્યાસ કરવાની સાથે સાથે નોટ્સ પણ તૈયાર કરી હતી. તેથી જ તેણે પ્રથમ વખતમાં જ એક્ઝામ ક્લિયર કરી અને આઈપીએસ બની ગઈ હતા.
જાણકારી મુજબ મેરીન ડો. ક્રિસ અબ્રાહમ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ચુકી છે. તેમના લગ્ન 2 ફેબ્રુઆરી 2014નાં રોજ થયા હતા. મેરીન તેના પતિ સાથે કેરળના કોચીનમાં રહે છે. તેના પતિ સાઇકિયાટ્રીસ્ટ ડોક્ટર છે. તેમના પિતા કૃષિ મંત્રાલયમાં પ્રમુખ સલાહકાર છે અને તેમની મમ્મી અર્થસાસ્ત્રના ટીચર છે. મેરીને દિલ્હીમાં સેન્ટ સ્ટીફંસ કોલેજથી BA ઓનર્સ અને MA હિસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. વર્ષ 2012માં તેમણે પ્રથમ પ્રયત્ને જ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી લીધી હતી. સાથે જ મેરીનનો એકમાત્ર શોખ પુસ્તકો વાંચવાનો છે.
મેરીન પોતે કહે છે કે તેણે કેરળમા આ પદવી મેળવીને ખુબ જ ખુશ છે કેમ કે કોઈક ભાગ્યે જ એવા લોકો હોય છે કે જેને પોતાના જ વતનમા નોકરી કરવાનો મોકો મળે. અને તે કેરળમાં નોકરી કરીને ખુબજ સહજ અને પ્રાઉડ ફિલ કરે છે. કેરળમા R.શ્રીલેખા અને B.સંધ્યા પછીની મેરીન ત્રીજા નંબરની ઓફીસર છે. મેરીન કહે છે કે આઇપીએસની તાલીમ લેવી એ ખુબ જ અઘરું કામ છે પણ આ પરથી એ પણ સાબિત થાય છે કે તમારામાં કેટલી હિમ્મત અને દ્રઢ મનોબળ છુપાયેલું છે. તેના તાલીમી દિવસોમાં તેનો દિવસ 4.45 થી શરુ થાય છે જેમાં તેમને વહેલી સવારે 4 થી 5 કિલોમીટર સુધી દોડવાનું હોય છે.
સાથે જ મેરીનને પોતાના તાલીમી દિવસોમાં હોર્સરાઇડિંગ, હથિયારોની તાલીમ, સ્વિમિંગ, ડ્રાઇવિંગ, 40 કિ.મી.ના રસ્તાનો કૂચ, જંગલ જોડાણો (ઓછામાં ઓછા પુરવઠા સાથે જંગલમાં રહેતા) વગેરે કરવાનું રહ્યું હતું. મેરીનનું કહેવું છે કે આજે મોટા ભાગે સ્ત્રીઓ સમાજ અને ઘરની જવાબદારીઓમા ઘેરાયેલી છે. પણ મેરીનને દરેક સમયે પુરુષોથીઘેરાઈને રહેવું પડે છે. તે કહે છે કે પોતે સરળ અને ઠંડા મિજાજનું વલણ ધરાવે છે. તેણીએ સ્વીકાર્યું હતું કે તેના પેટા ઓર્ડિનેટ્સના અધિકારીએ તેણીને ખૂબ સારી રીતે સ્વીકારી છે. પરંતુ હજુ પણ વાસ્તવિક પડકાર એ હાર્ડકોર પોલિસિંગના ક્ષેત્રમાં છે.
મેરીનને Sardar Vallabhai Patel National Police Academy Y20મા લીડ તરીકે પસંદ કરવામાં આવી હતી. Y20 એ AG 20 દેશોનો એક સત્તાવાર યુવા સગર્ભા કાર્યક્રમ છે જે યુવાનોની શક્તિમાં માને છે. The Eranakulam Rural SP Yathish Chandra જેમણે મેરીનને “સિંઘમ સ્ટાઇલ” ને લઈને સોશિયાલ મીડિયા પર રીપોર્ટ આપ્યો હતો. આજે યુવાનો વધારે પડતા સોસિયલ મીડિયામાં વધારે વ્યસ્ત રહે છે તેથી તેમણે પોતાનો મેસેજ લોકો સુધી પહોચાડવાનો આ બેસ્ટ ઉપાય છે.
મેરીન આજની યુવતીઓને જણાવે છે કે વધુમા વધુ મહિલાઓને પોલીસ ઓફિસરમા ભરતી થવું જોઈએ. દરેક નોકરી પણ શારીરિક માગણી અને ખડતલ જેવી જ લાગે છે પણ તે ખૂબ લાભદાયી છે. તે હંમેશા યુવાન છોકરીઓને આ વ્યવસાયમાં જોડાવા અને દેશ માટે સેવા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. ખરેખર નાની ઉમરની મેરીન સમાજમાં અન્ય સ્ત્રીઓ માટે એક પ્રેરણા સમાન છે.
તાજેતરમાં જ મેરિન, તેમની ટિમ અને ઇન્ટરપોલ સાથે એક ચાઈલ્ડ રેપ કેસના આરોપી કોલમના રહેવાસી સુનિલ કુમાર ભદ્રનની ધરપકડ કરવા માટે સાઉદી અરેબિયાના રિયાધ પહોંચી હતી. તેના પર આરોપ છે કે તેને વર્ષ 2017માં પોતાના મિત્રની ભત્રીજીને સતત ત્રણ મહિના સુધી જાતીય સતામણી અને બળાત્કાર કરવાનો આરોપ છે.

જયારે પોલીસે તેના વિરુદ્ધ સર્ચ વોરંટ જારી કર્યું ત્યાં સુધીમાં આ આરોપી દેશ છોડીને જતો રહ્યો હતો. અને આ બાળકીએ 2017માં આત્મહત્યા કરી લીધી હતી. જયારે મેરિન 2019માં કોલમના કમિશનરના પદ પર નિયુક્ત થયા ત્યારે તેમને બધા જ અટકેલા જુના કેસ ખોલ્યા. જેમાંથી એક આ કેસ પણ હતો.

મેરીને આ અપરાધીને ભારત પરત લાવવા માટે ઇન્ટરપોલની મદદ લીધી અને રિયાધ જઈને ત્યાંથી આ આરોપીની ધરપકડ કરી લીધી. આ પછી મેરીને કહ્યું હતું કે ‘અમે આ કેસમાં ઝડપી સુનાવણીની અપીલ કરીશું. અમને આશા છે કે આ બધા જ ગુનેગારો માટે એક લેસન સાબિત થશે.’
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.