જાણવા જેવું

આ છે દુનિયાની સૌથી 13 અઘરી પહેલીઓ, જેનો જવાબ માત્ર ને માત્ર બુદ્ધિશાળી જ આપી શકે છે…

લોકોને અઘરી પહેલીઓ અથવા તો અઘરા પ્રશ્નોના જવાબ આપવામાં મજા આવતી હોય છે. આનાથી સમય પણ પસાર થાય છે અને મગજની કસરત પણ થઈ જાય છે. આજે અમે તમારી પાસે કેટલીક એવી પહેલીઓ લઈને આવ્યા છીએ જેનો જવાબ આજ સુધી કોઈ આપી શક્યું નથી. અને જેને આપવાની ટ્રાય કરી છે એવા ભલાભલા દિગ્ગજ્ને પણ પરસેવો છૂટી ગયો હતો. જોઈએ ચાલો કે તમારામાંથી કેટલા લોકો આ પહેલીનો જવાબ આપી શકે છે. પરંતુ યાદ રાખો કે આ પ્રશ્નોનો જવાબ તમારે માત્રને માત્ર પંદર સેકન્ડમાં જ આપવાનો છે. તો ચાલો જોઈએ પ્રશ્નો જવાબનો સીલસીલો કેવો રહે છે તે..

પ્રશ્ન: એવું કોણ છે જે બહેરું છે, આંધળું છે અને મૂંગું પણ છે છતાં બતાવે બધુ જ એકદમ સાચું?
જવાબ: અરીસો

Image Source

પ્રશ્ન: એવું કયું શાક છે જેમાં તેનું હિન્દી કરતાં એમાં તાળું અને ચાવી બંને આવે છે.
જવાબ: દૂધી (લોકી – લોક+કી)

પ્રશ્ન: જો 8ના અડધા કરવામાં આવે તો 0 અને 4 સિવાય કયો જવાબ આવશે?
જવાબ: 3

પ્રશ્ન: માની લો કે તમે જે બસમાં મુસાફરી કરી રહ્યા છો એમાં બીજા પણ 10 મુસાફરો છે. પહેલા સ્ટેન્ડ પર 2 ઉતરે છે ને 4 ચડે છે. બીજા સ્ટેન્ડ પર 5 ઉતરે છે ને 2 ચડે છે. ત્રીજા સ્ટેન્ડ પર 2 ઉતરે છે ને 3 ચડે છે. તો જણાવો કે બસમાં કુલ કેટલા મુસાફરો હશે.
જવાબ: 11 (10 મુસાફરો અને 1 તમે)

પ્રશ્ન: અંગ્રેજીનો એવો કયો શબ્દ જેને અંગ્રેજીમાં incorrectly જ લખાય છે?
જવાબ: incorrectly

પ્રશ્ન: એવી કઈ વસ્તુ છે જે છોકરીઓ પહેરે પણ છે ને ખાય પણ છે?
જવાબ: લવિંગ

Image Source

પ્રશ્ન: એવી કઈ વસ્તુ છે જે વગર બોલાવ્યે જ તમારી પાસે આવી જાય છે. તે દરેક ઘરમાં રહે છે પણ કોઈ ભાડું નથી આપતી. આપણે ન તો એને જોઈ શકીએ છીએ કે ન તો તેને પકડી શકીએ છીએ. અને તેના વગર રહી પણ નથી શકતા. તો બતાવો એ શું છે?
જવાબ: હવા

પ્રશ્ન: એવી કઈ વસ્તુ છે જે ગરીબ લોકો ફેંકે છે અને અમીર તેને ખિસ્સામાં રાખે છે?
જવાબ: વહેતું નાક

પ્રશ્ન: એક મીટ શોપના માલિકે 1 ઈંચના જૂતાં પહેર્યા છે અને તેની હાઇટ 5’10 છે તો જણાવો કે ત્રાજવામાં કોને તોલવા?
જવાબ: મીટ

પ્રશ્ન: એવી કઈ જગ્યા છે જ્યાં જાય છે 100 લોકો અને પાછા માત્ર 99 લોકો જ આવે છે?
જવાબ: સ્મશાનઘાટ

Image Source

પ્રશ્ન: એવી વસ્તુનું નામ બતાવો કે જેને પાણી પલાળી ન શકે, હવા ઉડાવી ન શકે, આગ બાળી ન શકે અને કોઈ શસ્ત્ર તેના બે ભાગ ન કરી શકે કે મોત તેને મારી ન શકે?
જવાબ: પડછાયો

પ્રશ્ન: કેટલાક મહિના 31 દિવસના હોય છે, તો જણાવો કે 28 દિવસના કેટલા મહિના હોય છે?
જવાબ: દરેક મહિના (કેમ કે દરેકમાં 28 દિવસ આવે છે)

પ્રશ્ન: એવી કઈ બેગ છે જે માત્ર પલળવામાં જ કામ આવે છે?
જવાબ: ટી- બેગ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks