દુઃખદ સમાચાર: સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા, ભક્તોમાં શોકની લહેર

ચારણ કુળના મઢડા ગામમાં મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં અહેવાલે આજે સૌરાષ્ટ્ર જ નહિ પણ આખા ગુજરાત અને દુનિયામાં વસતો ચારણ સમાજ શોક સંતપ્ત થયો છે. 93 વર્ષની ઉંમરે બનુઆઈ માતાજીએ લીધા અંતિમ શ્વાસ લીધા હતા. સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બિમાર હતા. બનુઆઇ માતાજીને મંગળવારે મઢડા મંદિરમાં માતાજીને સમાધી અપાશે બનુઆઇના પાર્થિવદેહને કાલે સમાધી આપવામાં આવશે. માતાજી બનુઆઈ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા.

ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છેકે, ચારણ સમાજ અને અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર એવું સોનલધામ મઢડાથી પૂ. બનુમા આજે પરલોક સિધાવ્યા છે. આ દુઃખ આખા સમાજને છે. તેમના આશિર્વાદ હંમેશા બધાને મળતા રહ્યાં છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને ખરા અર્થથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. નોંધનીય છેકે, કેશોદ નજીક આવેલા મઢડા ગામમાં આઇશ્રી સોનલ માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થળ ચારણ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને બારેમાસ આ ધામ ભક્તોથી ધમધમતુ રહે છે.

વર્ષોથી સેંકડો લોકો માતાજીની ભક્તિ કરતા અને માત્ર સોરઠ જ નહીં ગુજરાત જ નહીં પણ વિશ્વમાં પૂજાતા પૂ. બનુઆઇ દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો છે. બનું આઇની ઓચિંતી વિદાયથી આસ્થા ધરાવતા દેશ-વિદેશ સહિત રાજ્યભરમાં રહેતા હજારો ભક્તો અને સરવકોમાં શોક વ્યાપી ગયો છે. આ દુઃખદ અવસાનની ન્યુઝ અચાનક જ પ્રસરી જતા મોટી સંખ્યામાં સેવકો કેશોદ તાલુકાના મઢડા ખાતેના સોનલ મંદિરએ આવી રહ્યાનું જાણવા મળ્યું છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ ભક્તો દ્વારા સોશિયલ મીડિયામાં બનુઆઇને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે.

જૂનાગઢથી લગભગ 30 KM દૂર આવેલું સોરઠની પવિત્ર ધરા પર મઢડા ખાતે આવેલ આઈ સોનલધામ ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ ગામમાં આશરે 700 ની વસ્તી છે. જોકે આ ધામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય. ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે.

YC