BREAKING NEWS : રાજકોટમાં યુવા પૂર્વ કેપ્ટનનું અચાનક જ આ કારણે થયું નિધન, જાણો વિગત

ભારતીય અંડર-19 ટીમના પૂર્વ કેપ્ટનનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તેમણે 29 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના નિધનની જાણકારી ટ્વિટર પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આપી છે. આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેમણે શાનદાર સદી ફટકારી હતી. આ  ઉપરાંત તે 2019-20માં  રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો ભાગ પણ રહ્યા હતા.

આ ક્રિકેટરનું નામ અવિ બારોટ છે. તેમણે તેમના કરિયરમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ઘરેલુ T20 મેચ રમી છે. બાારોટે તેમના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં એક સદી અને 9 અડધી સદી ફટકારી 1547 રન બનાવ્યા હતા જયારે લિસ્ટ એ મુકાબલામાં 8 અડધી સદી ફટકારી 1030 રન બનાવ્યા હતા. બારોટ T20 ક્રિકેટના વિસ્ફોટક ખેલાડી હતા.  તેમણે ઘરેલુ T20માં એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 717 રન બનાવ્યા હતા. ટી20માં તેમનો સ્ટ્રાઇક રેટ 146 અને ઔસત લગભગ 38નો હતો.

એસોસિએશને જણાવ્યુ કે, કરિયરમાં  હરિયાણા અને ગુજરાતનું પણ પ્રતિનિધિત્વ કરનાર આ ખેલાડીનું શુક્રવારના રોજ હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ હતુ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં બધા જ આ ચોંકાવનારી ખબરથી અને અવિ બારોટના નિધનથી સ્તબ્ધ અને દુખી છે.

Shah Jina