VIDEO: પાવર જતો રહ્યો તો ફોન ચાર્જ કરવા માટે સૌરાષ્ટ્રના લોકોએ અપનાવ્યો આ અનોખો જુગાડ,વાયરલ વીડિયો

તાઉ-તે વાવાઝોડાના કારણે ગુજરાતના મોટાભાગના ગામોની અંદર વીજળી ચાલી ગઈ. ભારે વરસાદ અને પવનના કારણે વીજળીના થાંભલા પણ નીચે પડી ગયા હોવાના કારણે ઘણા ગામો વીજળી વિહોણા બની ગયા હતા.

આ વાવાઝોડાની મોટી અસર સૌરાષ્ટ્રના ગામડાઓમાં જોવા મળી. સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર ભારે નુકશાન પણ થયું અને સાથે વીજળી પણ ચાલી ગઈ હતી, તો વીજળી વગર ફોન કેમ ચાર્જ કરવો એનો એક વીડિયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે આ વીડિયો તાઉ-તે વાવાઝોડા સમયનો છે કે જૂનો એ ખ્યાલ નથી, મોબાઈલ ચાર્જ કરવા માટે સૌરાષ્ટ્રના લોકોએ એક અનોખો જુગાડ કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે,

વીડિયોની અંદર જોઈ શકાય છે કે ગામના લોકોએ ભેગા થઇ અને ટ્રેકટરના ડીઝલ એન્જીનનો ઉપયોગ કરી અને એક લાઈટનું બોર્ડ લગાવ્યું છે અને તેની આસપાસ ગામના લોકો પોત પોતાના મોબાઈલ ચાર્જિંગ કરી રહ્યા છે. ડીઝલ એન્જીન થી જનરેટરની જેમ પાવર ઉત્પ્ન્ન કરી ને અલગ અલગ સ્વીટ્ચ બોર્ડ માં સપ્લાય કરવામાં આવે છે અને આ રીતે અંદાજે એક સાથે 20 જેટલા મોબાઈલ ચાર્જ કરે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અને જોનારા લોકો પણ સૌરાષ્ટ્રના લોકોના આ અનોખા જુગાડની પ્રસંશા કરી રહ્યા છે તો અમુક લોકોનું માનવું છે વીડિયો જૂનો છે., જુઓ તમે પણ વીડિયોની અંદર આ અનોખો જુગાડ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોસીયલ મીડિયામાં ઘણા યુઝર્સએ કોમેન્ટમાં આ ટ્રીક  માટે ખુબ વખાણ કર્યા, આ વીડિયો તાઉ-તે વાવાઝોડા સમયનો છે કે જૂનો છે તેની ગુજ્જુરોક્સ પુષ્ટિ કરતુ નથી.

Niraj Patel