દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

16 વર્ષની ઉંમરે ખોઈ દીધી હતી સાંભળવાની શક્તિ, છતાં પણ હાર માન્યા વગર UPSC ક્રેક કરી બની IPS -વાંચો સંઘર્ષ અને પ્રેરણાદાયક સ્ટોરી

દેશમાં જો સૌથી વધુ કઠિન પરીક્ષા હોય તો તે UPSCની પરીક્ષા છે. આ પરીક્ષાને દેશની સૌથી કઠિન પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષાની તૈયારી કરતી વખતે ભલભલાને મોઢે ફીણ આવી જાય છે.

તેવામાં સાંભળીના શકતી સૌમ્યા શર્માએ UPSCની પરીક્ષા પહેલા જ પ્રયાસમાં જ ક્રેક કરી દીધી છે. તેની આ કાબેલિયત ઘણું બધું કહી જાય છે.સૌમ્યાએ આ અઘરી પરીક્ષા પહેલા પ્રયાસમાં પાસ કરી સાથોસાથ ટોપટેનમાં પણ જગ્યા બનાવી લીધી છે. સૌમ્યાએ કોચિંગ ક્લાસ વગર ઓલ ઇન્ડિયામાં 9મોં રેન્ક મેળવ્યો હતો.

દિલ્લીમાં રહેનારી સૌમ્યાએ લગભગ 16 વર્ષની ઉંમરે તેને સાંભળવાની ક્ષમતા ખોઈ દીધી હતી. સૌમ્યાએ સાંભળવા માટે મશિનન્પ સહારો લેવો પડ્યો હતો. સૌમ્યાએ તેની આ તકલીફને કયારે પણ તેની કમી નથી બનવા દીધી.

સૌમ્યાએ શારીરિક તકલીફને દૂર રાખી 23 વર્ષની ઉંમરે કોઈ પણ કોચિંગ ક્લાસ વગર સિવિલ સેવાની પરીક્ષા આપી હતી. સૌમ્યા જયારે આ પરીક્ષા આપી રહી ત્યારે તેને 102 વાયરલ તાવથી પીડિત હતી.

સૌમ્યાના માનવા અનુસાર, UPSCની પરીક્ષા ક્રેક કરાવી તે અન્ય પરીક્ષા ક્રેક કરવા જેવી જ હતી. જ્યાં તમને બધી જ ઉચિત યોજના અને રણનીતિની જરૂર હોય છે.

સૌમ્યાએ દિલ્લીની નેશનલ લો યુનિવર્સીટીમાંથી એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સૌમ્યાએ કોલેજના પહેલા દિવસથી જ UPSCની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું. સૌમ્યાએ 2017માં UPSCની તૈયારી શરૂ કરી હતી.સૌમ્યાએ તે જ વર્ષે UPSC પ્રીલીમર્સ અને UPSC મેઇન્સ આપી હતી.

સાંભળવામાં અક્ષમ સૌમ્યાને વિકલાંગ વ્યક્તિની શ્રેણીએ શામેલ કરવામાં આવી હતી.પરંતુ સૌમ્યાએ વિકલાંગ કોટાથી UPSC પરીક્ષાનું ફોર્મ ભરવો ઇન્કાર કરી દઈ જનરલ કેટેગરીનો વિકલ્પ પસંદ કર્યો હતો.

જણાવી દઈએ કે, સૌમ્યાના માતા-પિતા બન્ને ડોક્ટર છે. સૌમ્યા તેના સ્કૂલના દિવસથી એક હોશિયાર વિધાર્થી છે. તેણીએ 10આ ધોરણમાં પણ ટોપ કર્યું હતું. સૌમ્યા પહેલાથી જ કરન્ટ અફેયરમાં રુચિ ધરાવતી હતી. આ કારણે જ તેને પહેલા પ્રયાસમાં મહેનત અને લગનથી પરીક્ષા પાસ કરી લીધી હતી.

હાલ તો સૌમ્યાએ સાઉથ-વેસ્ટ દિલ્લીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અંતર્ગત આસિસ્ટન્ટ કમિશનર તરીકેની ટ્રેનિંગ ચાલી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.