ખબર

કોરોનાનાં તાંડવ વચ્ચે સાઉદીએ લીધા આ 2 ઐતિહાસિક નિર્ણયો, આખી દુનિયામાં વાહ વાહ થઇ

સાઉદી અરબ તેના કડક નિયમો માટે ખુબ જ જાણીતું છે, સાઉદી અરબમાં કોપં ગુન્હા માટે કઠોર સજાનું પણ પ્રાવધાન કરવામાં આવે છે, પરંતુ હવે સાઉદી અરબમાં કેટલીક સજાઓમાં બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં એક છે કોડા મારવાની સજા.

Image Source

સાઉદી આરબ દેશની અદાલતો દ્વારા કોડા મારવાની સજાનો વિરોધ આખી દુનિયાના માનવાધિકાર સમૂહ દ્વારા કરવામાં આવતો હતો કારણ કે ઘણીવાર અદાલતો 100 કોડ મારવાની સજા પણ સંભળાવતી હતી, જેના બાદ શનિવારે સાઉદી અરબની સુપ્રીમ કોર્ટે આ સજાને ખતમ કરી દીધી છે. સાઉદી અરબના શાહ અને યુવરાજ ક્રાઉન પ્રિન્સ દ્વારા માનવાધિકારની દિશામાં ઉઠાવેલું આ તાજું પગલું છે. હવે આ સજાના બદલામાં દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Image Source

સાઉદી અરબ કોરનું કહેવું છે કે “દેશ શારીરિક દંડની સામે આંતરાષ્ટ્રીય માનવાધિકારો અને માનદંડોને વધારે નજીક લાવવાનું છે.” જોકે લગ્નેતર સંબંધો, શાંતિ ભંગ કરવી અને હત્યા જેવા મામલામાં કોર્ટ આસાનીથી અપરાધીને કોડા મારવાની સજા સંભળાવી શકે છે.

આ ઉપરાંત નાબાલિકોને મૃત્યુદંડ પણ આપવામાં નહિ આવે તેના બદલમાં તેમેં બાલસુધાર કેન્દ્રમાં રાખી અને 10 વર્ષની સજા ફરમાવવામાં આવશે જેના કારણે ઓછામાં ઓછા 6 લોકોની સજા માફ થઇ શકે છે. જેમની ઉંમર 18 વર્ષથી નીચેની હતી.

Image Source

આમ સાઉદી અરબમાં આ બે નિયમોમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે જેના કારણે સાઉદી અરબના નાગરિકોમાં પણ ખુશી છે અને દુનિયાના બીજા દેશો પણ તેમના આ નિર્ણય ઉપર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.