ખબર

સાઉથ અરેબિયામાં બુરખા વગરની ફરતી મહિલાઓની 10 તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ, પછી જે થયું…

સાઉથ અરેબિયામાં ઘણી મહિલાએ પારંપરિક બુરખા પહેરવાનું બંધ કરી બહાર નીકળવાનું શરૂ કર્યું છે. શુક્રવારે રિયાદના મોલમાં બુરખા વગર એક મહિલા મહિલા મોલમાં ગઈ તો તેને ખરાબ નજરનો સામનો કરવો પડ્યો હતો. તો ઘણા લોકોએ પોલીસને બોલાવવાની પણ ધમકી આપી હતી. આ ઇસ્લામિક દેશમાં કાળા રંગના પારંપરિક બુરખો પહેરવો પહેરવેશ માનવામાં આવે છે. અને મહિલાઓને સારી નજરથી જોવામાં આવે છે. ગયા વર્ષે સાઉદી પ્રિન્સ મોહમ્મ્દ બિન સલમાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મહિલાઓને પણ ડ્રેસ કોડમાં છૂટ- છાટ આપી શકાય છે. બુરખા ઇસ્લામ ધર્મમાં ફરજીયાત નથી. પરંતુ ત્યારબાદ કોઈ નિયમ ઔપચારિક નિયમ નહીં બનવાને કારણે આ ચલણ હતું. પ્રિંસે આટલું કહ્યા બાદ ઘણી મહિલાઆઓ બુરખા પહેરવાનું બંધ કરી દીધું હતું.

ત્યારે હાલમાં જ ટ્વીટર પર બુરખા વગરની તસ્વીર વાયરલ થાય છે. જેમાં મહિલાઓ બુરખા વગર નજરે આવી રહી છે. મશાલ અલ જાલુદ નામની 33 વર્ષની મહિલા બુરખો છોડી વેસ્ટર્ન કપડાં વ્હાઇટ ટ્રાઉઝર અને ઓરેન્જ રેપ જેકેટમાં મોલની બહાર ફરતી નજરે આવી હતી. આ મહિલાને મોલની બાહર લોકો ઘૂરકતી નજરે જોતા હતું. પરંતુ આ મહિલા બિન્દાસ ફરી નજરે ચડી હતી. સાથે જ 25 વર્ષની સામાજિક કાર્યકર્તા મનાહેલ અલ ઐતેબી પણ બુરખા વગર વ્હાઇટ ટી-શર્ટ અને ડેનિમ ડન્ગ્રીમાં જોવા મળી હતી.

આ પહેલા ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયા પર બુરખાને લઈને અવાજ ઉઠાવ્યો હતો. અને તેને બુરખા વગરની તસ્વીર પણ શેર કરી હતી. આ ઘટના સાઉદી અરેબિયામાં દુર્લભ જોવા મળે છે. ત્યારે મશાલ અલ જાલુદએ મોટું કદમ ઉઠાવીને હવે બૂરખા પહેરવાનું જ બંધ કરી દીધું છે. તો મનાહેલ અલ ઐતેબીએ બુરખા પહેરવાનું બંધ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી હું રિયાદમાં બુરખા વગર જ બહાર નીકળું છું. હું એ રીતે જીવવા માંગુ છું. જેવી રીતે હું જીવવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિ મને તે પહેરવા માટે મજબુર નહીં કરે જે હું પહેરવા નથી માંગતી.

તો જાલુદે કહ્યું હતું કે હું બુરખો પહેર્યા વગર બહાર નીકળી તો તો લોકોએ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી,. જવાબમાં જાલુદે કહ્યું હતું કે,ખુદ પ્રિન્સે કહ્યું છે કે, કાનૂન બહુ જ સ્પષ્ટ છે. શરીયામાં લખ્યું છે કે,મહિલાઓએ પુરુષોની જેમ સન્માનજનક કપડાં પહેરવા જોઈએ. તેમાં એવું કહેવામાં નથી આવ્યું કે, મહિલાએ ફક્ત કાળો બુરખો જ ફેરવો જોઈએ. મહિલાઓને બુરખામાંથી આઝાદી મળે છે તો લોકોને શું તકલીફ છે ?

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App