ખુશખબર: આ મુસ્લિમ દેશ ભારતમાં કરશે 100 અબજ ડોલરનું રોકાણ, જાણો કયા ક્ષેત્રમાં કરશે રોકાણ

0

સાઉદી અરબ ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. અરબ અરેબિયા ભારતના આર્થિક વિકાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને પેટ્રોકેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માઇનિંગ સહિતના અન્ય ઘણા ક્ષેત્રોમાં 100 અબજ ડોલરના રોકાણની સંભાવના તરફ ધ્યાન આપી રહ્યું છે. સાઉદી અરબના રાજદૂત ડો. સાઉદ બિન મોહમ્મદ અલ સાતીએ જણાવ્યું હતું કે ભારત એક આકર્ષક રોકાણનું સ્થળ છે અને સાઉદી અરબ તેલ, ગેસ અને ખનન જેવા મુખ્ય ક્ષેત્રમાં લાંબા ગાળાની ભાગીદારી પર વિચાર કરી રહ્યું છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, “સાઉદી અરબ ઇંધણ, પરિશોધન, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ખનિજો અને ખનન જેવા ક્ષેત્રોમાં 100 અબજ ડોલરના રોકાણ કરવા પર વિચારી રહ્યું છે.” તેમણે કહ્યું કે સાઉદી અરબની સૌથી મોટી ઓઇલ કંપની અરામકોની ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સૂચિત ભાગીદારી બંને દેશો વચ્ચેના ઉર્જા સંબંધિત રણનીતિનો ખ્યાલ આવે છે. તેમણે કહ્યું હતું કે ભારતના ઓઇલ સપ્લાય, રિટેલ ઇંધણ વેચાણ, પેટ્રોકેમિકલ્સ અને લુબ્રિકન્ટ બજારોમાં આરામકોની રોકાણ યોજનાઓ આ ક્ષેત્રોમાં કંપનીની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનાનો એક ભાગ છે.

અલ સાતીએ કહ્યું કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030થી પણ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે વેપાર અને કારોબારમાં નોંધપાત્ર વિસ્તરણ થશે. સાઉદી અરબ વિઝન 2030 હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદનો પર આર્થિક નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત સાઉદી અરેબિયાથી 17 ટકા ક્રૂડ ઓઇલ અને 32 ટકા એલપીજી ખરીદે છે.

તેમણે કહ્યું કે 2019માં બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત ભાગીદારી અને રોકાણ માટેની 40 થી વધુ તકો ઓળખી કાઢવામાં આવી છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે 34 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર છે અને તેમાં કોઈ શંકા નથી કે તેમાં ફક્ત વૃદ્ધિ જ જોવા મળશે.

Image Source

જ્યારે અરામકોના આઈપીઓ વિશે તેમણે કહ્યું કે તે કંપનીને વિસ્તૃત વિશ્વના સંપર્કમાં લાવશે. ભારત સાથે ભાવિ સંબંધો અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાથી જ ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીજીની સપ્લાય કરતા આગળ વધી ચુક્યા છે અને પેટ્રો રસાયણો અને સંશોધન જેવા ક્ષેત્રોમાં સંયુક્ત ભાગીદારી અને રોકાણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, ‘સાઉદી આરબને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં રોકાણ કરવા માટે ભારત દ્વારા આમંત્રણ આપવામાં આવવું અને બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસનો પુરાવો છે.’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here