જેલમાં મસાજ કરાવી રહ્યા છે આ મોટા નેતા, ભાંડો ફૂટ્યો VIP ટ્રીટમેન્ટ મળતી હોવાનો દાવો, જુઓ વીડિયો 

જેલમાં જવાનું નામ આવતા જ ગુનેગારોને પરસેવો છૂટી જતો હોય છે. પરંતુ જેલમાંથી પણ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઇએ છીએ. ફિલ્મોમાં વેબ સિરીઝમાં તમે ઘણીવાર જોયું હશે કે જેલમાં પણ કેટલાક કેદીઓને VIP ટ્રીટમેન્ટ મળતી હોય છે, ત્યારે આવો જ એક મામલો હકીકતમાં પણ સામે આવ્યો છે, જેમાં જેલની અંદર બંધ કેદીને મસાજની ટ્રીટમેન્ટ મળતી જોવા મળી રહી છે, જેનો વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.

અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને હાલ તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો એક હેરાન કરી દેનારો વીડિયો સામે આવ્યો છે. આ સીસીટીવી ફુટેજમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. જેલના સેલમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઈ છે અને હાલ આ વીડિયો પણ જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનને ફૂટ મસાજ કરી રહ્યો છે. EDએ થોડા સમય પહેલા જ આરોપ લગાવ્યો હતો કે તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો 13 સપ્ટેમ્બર 2022નો જણાવવામાં આવી રહ્યો છે. તિહાડ જેલના સેલ-4 બ્લોક એના આ સીસીટીવી ફૂટેજ છે. ED દ્વારા જ સત્યેન્દ્ર જૈનને જેલમાં મસાજ આપવામાં આવતો હોવાનું વાત કરવામાં આવી હતી.

ઇડી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને હેડ મસાજ, ફૂટ મસાજ અને બેક મસાજ મળે છે. જે હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી રહ્યું છે. ED દ્વારા જ મસાજ આપવાની આ ફૂટેજ લેવામાં આવી હતી, જે હવે સમયે આવી રહી છે. પરંતુ જૈન દ્વારા આ મસાજની ફૂટેજ રોકવા માટે કોર્ટને અપીલ કરી હતી. સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા અને આવકથી વધારે સંપત્તિ અને મની લોન્ડ્રીંગના કેસમાં હાલ તિહાડ જેલની અંદર બંધ છે.

Niraj Patel