માત્ર 70 રૂપિયામાં થાય છે સત્યનારાયણ દેવની કથા: આપણા હિન્દૂ ધર્મમાં વર્ષોથી વિવિધ દેવની પૂજા આપણે કરીએ છીએ, પરંતુ વિષ્ણુ ભગવાનનો અવતાર માનવામાં આવતા દેવ એવા સત્યનારાયણ દેવની પૂજા તેમની કથા મોટાભાગના ઘરમાં થતી જોવા મળે છે, શ્રાવણ માસ હોય કે ઘરમાં કોઈ પ્રસંગનું આયોજન હોય, તો આપણે સૌ પ્રથમ સત્યનારાયણ દેવની કથા કરવાનું વિચારતા હોઈએ છીએ.

સત્યનારાયણ દેવની કથામાં આવતા પ્રસંગો કથા કેમ કરવી તે અંગેના પુરાવા આપે છે, સત્યનારાયણ દેવની કથા કરવી એ આપણે ખુબ જ પવિત્ર માનીએ છીએ અને એવું પણ માનીએ છીએ કે આ કથા કરવાથી જ આપણા ઉપર અને આપણા પરિવાર ઉપર રહેલા ઘણા કષ્ટો દૂર થઈ જાય છે.

ઘરે જયારે આપણે સત્યનારાયણની કથા કરીએ ત્યારે ખર્ચની રીતે જોવા જઈએ તો 1000 કે 1200 રૂપિયા સુધીનો સામાન્ય ખર્ચ આવતો હોય છે, જો કોઈ વધુ મોટું આયોજન કરે તો ખર્ચ વધી પણ શકે છે અને જો કોઈ આર્થિક રીતે સક્ષમ ના પણ હોય છતાં પણ 200-300 ખર્ચમાં આ કથા કરાવી શકે છે, પરંતુ અમે આજે તમને એક એવા મંદિર વીશે જણાવવાના છીએ જ્યાં સત્યનારાયણની કથા માત્ર 70 રૂપિયામાં જ કરવામાં આવે છે.

આ મંદિર છે પોરબંદરમાં આવેલું શ્રી સત્ય નારાયણ દેવનું મંદિર, જ્યાં પૂર્ણિમાના દિવસે 2000થી પણ વધારે ભક્તો સત્યનારાયણની કથામાં જોડાય છે તો આ કથા આમ દિવસે પણ કરવામાં આવે છે સાથે અગિયારસનું પણ ખાસ મહત્વ રહેલું છે, અને એક ખાસ વાત એ પણ આ મંદિર સાથે છે કે તમે ક્યારેય પણ આ મંદિરમાં જાવ તો કથા માત્ર 70 રૂપિયામાં જ કરાવવામાં આવે છે, સાથે સત્યનારાયણ દેવને પ્રિય એવો શીરાનો પ્રસાદ પણ આપવામાં આવે છે.

પોરબંદરના એમ.જી. રોડ ઉપર આવેલું સત્યનારાયણ દેવનું મંદિર વર્ષ 1947માં બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી આ મંદિરમાં ભક્તોની ભીડ જામ્યા કરે છે, રોજ સવારથી જ ઘણા શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે જાય છે અને શ્રી સત્યનારાયણ દેવના દર્શન કરી અને પાવન પણ થાય છે.
જય સત્યનારાયણ દેવ!!