કોણ છે ‘ભારત માતાનો સપૂત’ સત્યમ સુરાણા…જેણે ખાલિસ્તાનીઓથી ડર્યા વિના રાખ્યુ તિરંગાનું માન, લખ્યુ- મેં રહું યા ન રહું ભારત રહેના ચાહિએ

હું રહું કે ના રહું ભારત રહેવું જોઇએ…ખાલિસ્તાનીઓથી ના ડર્યો ભારતનો આ સપૂત, બચાવી તિરંગાની લાજ

તિરંગા માટે ખાલિસ્તાનીઓ સામે ઊભો રહ્યો આ ભારતીય વિદ્યાર્થી, સોશિયલ મીડિયા પર વાયરલ

અંતરાત્માને ઝટકો લાગ્યો…ખાલિસ્તાનીઓથી ભારતીય વિદ્યાર્થીએ બચાવી તિરંગાની લાજ- જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

એક વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ સત્યમ સુરાણા નામના છોકરાની ચર્ચા ચારેકોર ચાલુ થઇ ગઇ, એ એટલા માટે કારણ કે તાજેતરમાં લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ તિરંગાનું અપમાન કર્યું હતું. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર ભારતીય હાઈ કમિશનની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓએ ભારતીય ધ્વજને આગ લગાવી હતી.

આટલું કર્યા પછી પણ જ્યારે આ ખાલિસ્તાન સમર્થકો સંતુષ્ટ ન થયા તો તેમણે તિરંગા પર ગૌમૂત્ર રેડ્યું. પરંતુ આ દરમિયાન એક યુવક હિંસક અને આક્રમક ખાલિસ્તાન સમર્થકોની વચ્ચે ગયો અને જમીન પરથી તિરંગો ઉપાડ્યો. આ યુવકનું નામ છે સત્યમ સુરાણા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખાલિસ્તાન સમર્થકો તિરંગા પર ગૌમૂત્ર રેડી રહ્યા છે અને બાદમાં યુકેનો એક પોલીસકર્મી તેના પર ઊભો રહે છે.

આ અજાણતા થયું કે જાણી જોઈને કર્યું તે જાણી શકાયું નથી. પરંતુ સત્યમ પાછળથી આવ્યો અને પોલીસકર્મીને હટાવીને તિરંગો ઉપાડ્યો. આ વીડિયોને કરણ કટારિયા નામના યુઝરે ટ્વીટ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, ‘મારા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના જુનિયરે ગર્વથી ભારતીય હાઈ કમિશનની બહાર ભારતીય તિરંગો ઉઠાવ્યો. જૂનુન અને અહિંસા સાથે ઉગ્રવાદ સામે લડ્યો. એવી કઇ બાધા છે જેને પ્રેમ તોડી નથી શકતો ?

કરણના વીડિયોને રિટ્વીટ કરતા સત્યમે લખ્યું, ‘હું તમારા શબ્દોથી ખૂબ જ પ્રેરિત છું. હું હંમેશા ભારત માટે છું. તમે મને ભારતની બહાર ફેંકી શકો છો પણ મારાથી ભારત નહીં! જ્યારે મેં ત્યાં મારો ધ્વજ લહેરાવ્યો ત્યારે મારા મનમાં એક જ વાત હતી કે હું રહું કે ન રહું, ભારત રહેવું જોઇએ!’ તેણે આગળ લખ્યું, ‘એવો કોઈ અવરોધ નથી જે પુત્રને તેની માતાને પ્રેમ કરતા રોકી શકે. ભારત માતાનો પુત્ર.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina