જ્યોતિષ શાસ્ત્ર

24 જાન્યુઆરીએ કુંભ, મકર અને ધન રાશિ પર થશે સાડાસાતી પનોતીની અસર, જાણો શું થશે અસર

શનિદેવે 15 નવેમ્બરે 2011ના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ વૃષિક રાશિના સાડાસાતીનો આરંભ થયો હતો. જયારે હવે 24 જાન્યુઆરીની રાત્રીએ શનિદેવ મકર રાશિમાં પ્રવેશ સાથે જ વૃષિક રાશિના સાડાસાતી પુરી થઇ જશે. શનિદેવ એક રાશિમાં લગભગ 2700 દિવસ સુધી વિચરણ કરે છે.

Image Source

શનિદેવ 24 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કુંભ રાશિમાં પહેલો, મકર રાશિમાં બીજો અને ધન રાશિમાં સાડાસાતીનો અંતિમ તબક્કો રહેશે. મિથુન રાશિ અને તુલા રાશિમાં નાની પનોતી રહેશે. શનિ દેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિ મહારાજ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.51 કલાકથી મકર રાશિમાં પ્રવેશ કરી ભ્રમણ શરૂ કરશે.

Image Source

સાડાસાતીમાં ત્રણ તબક્કા હોય છે. પરંતુ નાની પનોતીનો કોઈ તબક્કો નથી. પનોતી ત્રણ જગ્યા અને ત્રણ પાયાની છે. માથું, છાતી અને પગ ત્રણ તબક્કામાં ચાલે છે. જયારે લોઢા, સોના અને રૂપાનો પાયો હોય છે. આ ત્રણ પાયા પૈકી સોના અને લોઢાનો પાયો કષ્ટદાયક અને રૂપાનો પાયો શુભ ગણાય છે.

Image Source

સાડાસાતીની પનોતી માથા પર હોય તો માનસિક ત્રાસ, છાતી પર હોય તો ચિંતા અને પગ પર હોય તો સારું કામ કરે છે. આ શનિદેવના રાશિ પરિવર્તનને કારણે મેષ, સિંહ, કર્ક અને મીન રાશિને આ પનોતીની કોઈ અસર નથી.

Image Source

સાડાસાતીના પ્રારંભમાં 100 દિવસ સુધી મનુષ્યના મોઢા પર પનોતી રહે છે. જે બહુ જ દુઃખદાયક હોય છે. બીજા 400 દિવસ સુધી માણસની જમણી બાજુ રહે છે જે વિજય અપાવે છે. પછીના 600 દિવસ સાડાસાતીનો પ્રભાવ મનુષ્યના ચરણમાં રહે છે. જેના કારણે તમને દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ બાદ 500 ડદિવસ સાડાસાતીનો પ્રભાવ પેટ પર રહે છે, જે લાભદાયક હોય છે. આ બાદ ફરી 400 દિવસ સુધી પ્રભાવ માણસની જમણી બાજુ રહે છે જે બેહદ કષ્ટદાયક છે. આ બાદ 300 દિવસ સુધી સાડાસાતીનો પ્રભાવ મનુષ્યના માથા પર રહે છે. જેના કારણે લાભ થાય છે. છેલ્લા 200 દિવસ સાડાસાતિનો પપ્રભાવ મનુષ્યના નેત્રમાં રહે છે.જેના કારણે ઘરમાં માંગલિક કાર્ય થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.