શનિ વક્રી થઇને આ રાશિના જાતકોનો કરશે બેડોપાર, રાજાશાહી જેવું જીવન જીવશે આ રાશિના લોકો, 30 વર્ષ બાદ શનિ કરાવશે ધનલાભ!

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો સમયાંતરે વક્રી અને માર્ગી બને છે, જે માનવ જીવન તેમજ દેશ અને વિશ્વને અસર કરે છે. તમને જણાવી દઈએ કે કર્મના દાતા શનિદેવ વર્ષ 2025માં 30 વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યાં તે વક્રી હશે. આ સાથે જ તે 13 જુલાઈ 2025ના રોજ સવારે 9.36 કલાકે વક્રી થશે. શનિ લગભગ 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. એટલે કે શનિદેવ ઉલટી દિશામાં આગળ વધશે. આવી સ્થિતિમાં શનિદેવની વક્રી ગતિને કારણે કેટલીક રાશિઓનો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે. ઉપરાંત, આ રાશિના 3 જાતકો માટે અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની સંભાવનાઓ છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…

કર્ક રાશિ

શનિનું મીન રાશિમાં વક્રી થવું એ આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. શનિ આ રાશિના નવમા ભાવમાં વક્રી થવાના છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. આ સાથે જ લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે સાથે ધન ધાન્યમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. અચાનક ધનલાભના યોગ પણ બને છે. તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરીને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિમા શનિ એકાદશ ભાવમાં વક્રી રહેશે. આવામાં આ રાશિના જાતકોને પણ ખુબ લાભ થઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જીવનમાં સુખ શાંતિ આવી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં ખુબ લાભ મળી શકે છે. નોકરીયાતો માટે આ સમય ખુબ સારો રહેવાનો છે. ઉચ્ચ અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ મળી શકે છે. જેનાથી પદોન્નતિની સાથે સાથે પગાર વધારો પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કરજમાંથી છૂટકારો મળી શકે છે. દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. આકસ્મિક ધનલાભના પણ યોગ છે.

મીન રાશિ

આ રાશિના લગ્ન ભાવમાં શનિ વક્રી થશે. આવામાં આ રાશિના જાતકોને પણ ખુબ લાભ મળી શકે છે. જ્યોતિષ મુજબ લગ્ન ભાવમાં શનિ વક્રી થવાથી આ લોકો રાજા જેવું જીવન જીવે છે. આ સાથે જ દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ મેળવે છે. જીવનમાં શાંતિ રહે છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધુ હોય છે. પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle