જ્યોતિષ શાસ્ત્ર

શનિ ગ્રહ તેની ચાલ બદલવા જઈ રહ્યો છે, 5 રાશિ પર શનિદેવનો પ્રકોપ થશે- બચવા માટે કરો આ ઉપાયો

શનિ એક એવો ગ્રહ છે જેને કારણે વધુ પડતા લોકો હંમેશા પરેશાન રહે છે. એવું નથી કે આપણે જાણીજોઈએ ને શનિ સાથે ઝઘડીએ છીએ.

image source

પણ શનિ ગ્રહની આદત જ એવી છે કે એ જાણી જોઈને દરેક કમજોર ગ્રહ વાળા વ્યક્તિને પરેશાન કરે છે. પણ હવે આ મહિનાના ને અંતથી શનિ વક્રીથી માર્ગી થવા જઈ રહ્યો છે. એટલે કે શનિ હવે ઊંધી ચાલ ચાલવાને બદલે સીધી ચાલ ચાલવા લાગશે.

તો હવે શનિ પહેલા જે લોકોને પરેશાન કરતો તેને છોડીને મેષ, કર્ક, તુલા, કુંભ, મીનના જાતકોને પરેશાન કરવામાં લાગી જશે. અમે તમને શનિના પ્રકોપથી બચવા માટેના થોડા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

image source

સૌથી પહેલો અને સહેલો ઉપાય એ છે કે તમે તમારા મંગળ ગ્રહને શક્તિ પ્રદાન કરો. આમ તો આજકાલ સૌથી મોટી સમસ્યા એ જ છે કે કુંડળીમાં મંગળ આટલો શક્તિશાળી નથી. પણ જો તમે દિવસમાં ઓછામાં ઓછી 11 વખત હનુમાન ચાલીસા કરો અને સાથે જ હનુમાનના મંદિરે રોજ ઘીના દિવા પ્રગટાવી તમે હનુમાનજીને પ્રસન્ન કરી લો તો નિશ્ચિત રૂપે શનિ તમારું કાંઈ જ નહીં બગાડી શકે.

image source

શનિથી બચવા માટેનો બીજો ઉપાય એ છે કે તમે એક વાટકામાં સરસવનું તેલ લો અને તેની અંદર તમારો ચહેરો ખોજો. જયારે એમાં તમને તમારી પડછાઈ એની અંદર દેખાઈ જાય તો એ તેલને શનિ મંદિરમાં રાખી આવો. સાથે જ શનિ મહારાજ પાસે માફી માંગો અને તેમને હાથ જોડી વિનંતી કરો કે એ તમને પરેશાન ન કરે.

image source

જો તમને શનિ વધુ પડતો પરેશાન કરી રહ્યો હોય તો તમે તમારી નવ મુખી રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. આ રુદ્રાક્ષ ને  ભૈરવબાબા નું પ્રતીક માનવામાં આવે છે. તમે આ રુદ્રાક્ષ જો કોઈ જાણકાર વ્યક્તિના મન્નત ઉપચાર બાદ પહેરો તો બસ થોડા જ અઠવાડિયામાં એની અસર તમને જોવા મળશે.

જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં નવગ્રહ શાંતિનું હવન કરાવે તો તેનાથી શનિદેવતાને શાંતિ મળશે. તમે આ જ મહિનામાં નવગ્રહ શાંતિ હવન કરાવી લો.

image source

તમે આ મહિને કોઈ શિવ મંદિરની માટી લઇ આવો અને તેને ઘરની અંદર રહેલ મંદિરમાં સાત દિવસ સુધી લાલ કપડામાં બાંધીને રાખો. સાત દિવસો બાદ રોજ એ માટીને થોડી થોડી માથા પર તિલક સ્વરૂપે લગાવો.

image source

દરરોજ સવાર સાંજ તમે શિવની પૂજા અને સાથે જ મહામૃત્યુંજ મંત્રનું ઓછામાં ઓછું 108 વખત જાપ કરો. એ બાદ શનિ તમને ક્યારેય પરેશાન નહીં કરે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

શનિથી બચવાના ઉપાયો, ઓગસ્ટ મહિનામાં શનિ થશે માર્ગી