સતીશ કૌશિકની પત્ની શશિનો ફૂટ્યો ગુસ્સો ! પાર્ટીમાં શું-શું થયુ હતુ ? શશિ કૌશિકે બધુ જણાવ્યુ

9 માર્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક સ્ટાર ખોઇ દીધો. મશહૂર કોમેડિયન અને એક્ટર સતીશ કૌશિકનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થતા ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો હતો. સતીશ કૌશિક તો ચાલ્યા ગયા પણ તેમની મોતને હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો સતીશ કૌશિકના મિત્ર અને બિઝનેસમેન વિકાસ માલૂની પત્નીએ કર્યો છે. તેનો આરોપ છે કે વિકાસ માલૂએ 15 કરોડ માટે અભિનેતાની હત્યા કરી છે. ત્યારે હવે સતીશ કૌશિકની પત્ની શશિ કૌશિકે હત્યાને લઇને કરવામાં આવેલ દાવા પર ચુપ્પી તોડી છે.

તેમણે જણાવ્યુ કે, ઘટનાવાળા દિવસે શું-શું થયુ હતુ. વિકાસ માલૂના દિલ્લીવાળા ફાર્મહાઉસ પર સતીશ કૌશિકે મોતના એક દિવસ પહેલા હોળી પાર્ટી અટેન્ડ કરી હતી. વિકાસ અને સતીશ ઘણા સારા મિત્રો હતા. વિકાસ માલૂની પત્ની સાન્વી દ્વારા લગાવવામાં આવેલ આરોપ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શશિ કૌશિકે એક ઇન્ટરવ્યુમાં સતીશની હત્યાની થ્યોરીને નકારી દીધી છે. તેમણે કહ્યુ- આ ઘણુ ખોટુ છે, કોઇ પણ રીતનો કોઇ ઝઘડો થયો નહોતો. ના કોઇ કહાસુની થઇ હતી.

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સ્પષ્ટ છે કે 98% બ્લોકેજ હતુ અને તેમણે શુગર અને ડાયજીનની દવા લીધી નહોતી. કદાચ હોઇ શકે કે તે(સાન્વી) તેના પતિથી અલગ થઇ ગઇ છે અને આ માટે તેણે આ બોલી સહાનૂભૂતિ લે અને વિકાસ માલૂને ફસાવી દે. તે આ વસ્તુ કેવી રીતે બોલી રહી છે ? શશિ કૌશિક અનુસાર, સતીશ કૌશિકની મોત પાછળ પૈસાનું કોઇ લેણદેણ નહોતુ. સાન્વીના ઇરાદા પર સવાલ ઉઠાવતા શશિએ કહ્યુ કે, પોલિસે બધુ વેરિફાઇ કરી લીધુ છે,

મને સમજ નથી આવી રહ્યુ કે તે કેવી રીતે આવો દાવો કરી શકે કે તેમને ડગ આપવામાં આવ્યુ હતુ અને તેમની હત્યા કરવામાં આવી હતી. તે મારા પતિના ગુજરી ગયા બાદ તેમને બદનામ કરવાની કોશિશ કેમ કરી રહી છે. તેનો કંઇક એજંડા છે કારણ કે તેને કદાચ પોતાના પતિથી પૈસા જોઇએ અને હવે તે સતીશજીને પણ આમાં સામેલ કરી રહી છે. શશિ કૌશિકે આગળ કહ્યુ કે, હું સાન્વીને અનુરોધ કરુ છુ કે કૃપા કરી આ રીતની રમત ન રમે. મને આ મામલે કોઇ શક નથી, આ માટે આમાં આગળની કોઇ તપાસ નહિ કરવામાં આવે.

Shah Jina