સતીશ કૌશિકની મોતે બધાને ઝકઝોર કરી દીધા છે. 66 વર્ષની ઉંમરે સતીશ કૌશિક આ દુનિયા છોડી ચાલ્યા ગયા. બધાના ચહેરા પર મુસ્કાન લાવનારા આજે બધાને રડાવીને ચાલ્યા ગયા. અભિનેતાનો પાર્થિવ દેહ ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં છે. પોસ્ટમોર્ટમ બાદ દેહને મુંબઇ લાવવામાં આવશે. જણાવી દઇએ કે, અભિનેતાના પરિવારમાં તેમની પત્ની શશિ કૌશિક અને દીકરી વંશિકા છે. સતીશ કૌશિકેે ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા એટલે કે લાંબો સમય વીતાવ્યો છે.
તેમણે તેમના કરિયરમાં 100થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે. પોતાના અભિનયથી દર્શકોના દિલ પર રાજ કરમાર સતીશ કૌશિક પોતાની પાછળ પરિવાર માટે કરોડોની દોલત છોડી ગયા છે. સતીશ કૌશિકે ત્રણ દાયકા સુધી અભિનયનો જાદુ વિખેર્યો અને નિર્દેશન તેમજ ડાયલોગ લેખનથી પણ બધાના ખૂબ દિલ જીત્યા. જાન્યુઆરીમાં ઝી5 પર રીલિઝ થયેલી રકુલ પ્રીત સિંહની છતરીવાલીમાં તેમણે દર્શકોનું ખૂબ દિલ જીત્યુ.
પોતાની પ્રતિભાના દમ પર તેમણે કરોડોની દોલત કમાઇ. તેઓ પત્ની અને દીકરી માટે સારી એવી સંપત્તિ છોડી ગયા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લગભગ તેઓ 40 કરોડ રૂપિયાની દોલતના માલિક હતા. જણાવી દઇએ કે, સતીશ હોળીનો તહેવાર મનાવવા દિલ્લી આવ્યા હતા અને અહીં તેમની તબિયત બગડતા તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરોએ તેમની સારવાર કરી પણ તેમને ના બચાવી શકાયા.તેમણે ગુરુવારે સવારે જ છેલ્લા શ્વાસ લીધા.
13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીશ કૌશિકે શરૂઆતી અભ્યાસ કરોલબાગના એક સ્કૂલથી કર્યો અને પછી દિલ્લી યુનિવર્સિટીના કરોડીમલ કોલેજથી 1972માં ગ્રેજ્યુએશન કર્યુ. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી અભ્યાસ કરનાર સતીશ કૌશિક બોલિવુડમાં આવ્યા પહેલા એક થિએટર આર્ટિસ્ટ હતા. તેમણે બોલિવુડમાં સારા મિત્રો પણ કમાયા. અનુપમ ખેર અને અનિલ કપૂર તેમના જિગરી યાર હતા. તેઓ કંગના રનૌતની અપકમિંગ મૂવી ઇમરજન્સીમાં પણ નજર આવવાના હતા.