નમ આંખે સતીશ કૌશિકને શ્રદ્ધાંજિલ આપવા પહોંચ્યા બોલિવુડ સેલેબ્સ ! કાર્ડિયાક અરેસ્ટથી થયુ હતુ નિધન

સતીશ કૌશિકની પ્રાર્થના સભામાં પહોંચ્યા ઘણા સ્ટાર્સ, નમ આંખે કર્યા યાદ, અનુપમ ખેરે જીત્યુ દિલ, જુઓ અંદરની તસવીરો

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સતીશ કૌશિકનું 9 માર્ચે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના અંતિમ દર્શન માટે સલમાન ખાન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, અનુપમ ખેર જેવા ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. તેમની અંતિમ વિદાય પર સૌની આંખો નમ જોવા મળી હતી.

ત્યારે સતીશ કૌશિકના નિધનના લગભગ 11 દિવસ પછી સોમવારે સતીશ કૌશિકની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા અને સ્વર્ગસ્થ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાનની ઘણી તસીવરો સામે આવી છે. સતીશ કૌશિકના એકદમ નજીકના મિત્ર અનુપમ ખેર પણ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.

અનુપમ ખેર મિત્ર અને દિવંગત અભિનેતા સતીશ કૌશિકની દીકરીનો ​​હાથ પકડેલો જોવા મળ્યા હતા. અનુપમ ખેરની ઉદારતાની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા અનુપમ ખેરે કહ્યું કે સતીશની એવી કોઈ તસવીર મળી નથી જેમાં તે હસતો ન હોય. તેમણે એમ પણ કહ્યું કે તેમના મોત અંગેની અફવાઓનો પણ હવે અંત આવવો જોઈએ.

અનુપમ ખેર ઉપરાંત, બોલિવૂડ અભિનેત્રી મિનિષા લાંબા, વિદ્યા બાલન અને નિર્માતા બોની કપૂરે પણ સતીશ કૌશિકની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ સિવાય જેકી શ્રોફ, જાવેદ અખ્તર, મનીષ પોલ, પંકજ કપૂર, અબ્બાસ મસ્તાન, જાવેદ અખ્તર, ડેવિડ ધવન, ગુલશન ગ્રોવર અને સુપ્રિયા પાઠક જેવા બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

પ્રાર્થના સભામાં અનુપમ ખેર સતીશ કૌશિકની પત્ની અને તેમની પુત્રી વંશિકા કૌશિકનો હાથ પકડેલો જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, અભિનેતા સતીશ કૌશિકનું 9 માર્ચે હાર્ટ એટેકથી નિધન થયું હતું. આના એક દિવસ પહેલા તેમણે બિઝનેસમેન વિકાસ માલૂના ફાર્મહાઉસ પર હોળીની પાર્ટી કરી હતી.

વિકાસ માલૂની બીજી પત્નીએ આરોપ લગાવ્યો હતો કે અભિનેતાના મોત માટે તેનો પતિ વિકાસ જવાબદાર છે. જો કે દિલ્હી પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina